વાપી: નાસિકથી સુરત જતી પ્રાઈવેટ બસને નડ્યો અકસ્માત, 45 લોકો ઈજાગ્રસ્ત

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.
1_1464598140વાપી: કપરાડા તાલુકાના માંડવા ગામના તડકેશ્વર મંદિરની પાસેના વળાંકમાં નાસિકથી સુરત જઇ રહેલી લકઝરી બસના ડ્રાઇવરે કાબુ ગુમાવતાં બસ ખાડામાં ઉતરી જતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં કપરાડા પોલીસ અને 108 એમ્બુલન્સની ટીમ સ્થળ પર ઘસી આવી હતી. આ અકસ્માતમાં 42થી 45 જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ થતાં નાનાપોંઢા, ધરમપુર અને વલસાડની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતાં. આ ઘટના અંગે કપરાડા પોલીસે અકસ્માત ગુનો નોંધી જરૂરી તપાસ હાથ ધરી હતી.

નાનાપોંઢા સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ

નાસિકથી સુરત તરફ લકઝરી બસ નં. જી.જે.3 એ.ડબલ્યુ 9926 જઇ રહી હતી. આ દરમિયાન સોમવારે સવારે 4.30 કલાકે કપરાડા તાલુકાના માંડવા ગામના તડકેશ્વર મંદિર પાસેના વળાંક પાસે ખાનગી બસના ડ્રાઇવરે કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે બસ ખાડામાં પટકાતા બસમાં સવાર મુસાફરોના જીવ અધ્ધર થઇ ગયા હતાં. બસ મુખ્ય માર્ગથી ખાડામાં ઉતરી જતાં બસમાં સવાર 45 જેટલા મુસાફરોને ઇજા થઇ હતી. આ બનાવની જાણ કરાતાં જ કપરાડા પોલીસ અને 108 એમ્બુલેન્સની ટીમ સ્થળ પર ઘસી આવી હતી. ઘાયલ મસાફરોને સૌ પ્રથમ નાનાપોંઢા સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત મુસાફરોને સારવાર આપવા તાત્કિલક નાનાપોંઢા, ધરમપુર અને વલસાડની હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઇ હતી. આ ઘટના અંગે શૈલેષભાઇ ગાભાભાઇ મકવાણા રહે. હેમાંગ એપાર્ટમેન્ટ ચાંદખેડા અમદાવાદએ કપરાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કપરાડા પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી જરૂરી તપાસ હાથ ધરી હતી.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

8 + 1 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud