Get Saurashtra Bhoomi Daily Newspaper on WhatsApp !!!

Breaking News

મથુરામાં હિંસા વચ્ચે હેમામાલિનીએ શૂટિંગની ફોટો અપલોડ કરતા સોશિયલ મીડિયામાં પડી પસ્તાળ

By  | 

News2_20160603164357180 Zમથુરામાં જવાહરબાગમાં ગુરુવારે ફાટી નિકળેલી હિંસા વચ્ચે સત્યાગ્રહીઓ અને પોલીસ વચ્ચે થયેલી મૂઠભેડ પછી મથુરામાંથી ભાજપના સાંસદ હેમામાલિની ટ્વિટર પર પોતાના તાજેતરના શૂટિંગની તસવીરો અપલોડ કરતાં હોબાળો મચી ગયો છે. હેમાના મત વિસ્તારમાં ભારેલો અગ્નિ પ્રવર્તિ રહ્યો છે ત્યારે હેમાની આ ટ્વિટ વિશે સોશીયલ મીડિયામાં વિવાદ છેડાઈ ગયો છે.

જો કે સોશિયલ મીડિયામાં હંગામો મચી ગયા બાદ હેમામાલિનીએ પોતાની ટ્વિટ તરત જ હટાવી લીધી હતી. આમછતાં કેટલાંક મીડિયા અહેવાલોમાં ભાજપના સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે હેમાએ આ ટ્વિટ પાર્ટીના નિર્દેશ બાદ હટાવી છે. હેમાને જ્યારે જવાહરબાગ ઘટના વિશે પુછવામાં આવ્યું ત્યારે તેણે દોષનો ટોપલો અખિલેશ યાદવની સરકાર ઢોળ્યો હતો. તેણે કહ્યું હતું કે મથુરામાં જે કાંઈ થયું તે વિશે બે વર્ષથી સાંભળતા આવ્યા છીએ. આ માટે અખિલેશ સરકાર જવાબદાર છે.

બાદમાં હેમાએ મથુરાની ઘટના આ વિશે અફસોસ વ્યક્ત કર્યો હતો. હિંસામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે તેમજ પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. સાથોસાથ તેણે મથુરાના લોકોને શાંતિ બનાવી રાખવા અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

16 − 13 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud