Get Saurashtra Bhoomi Daily Newspaper on WhatsApp !!!

Breaking News

યોગ દિવસ પર કેજરીવાલે કર્યું મોદીવિરોધાસન

By  | 

નવી દિલ્હી, 21 જૂન 2016
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફરી એકવાર પીએમ મોદી પર નિશાન તાક્યુ છે. આ વખતે તેમણે ટેંન્કર કૌભાંડમાં તેમની વિરૂદ્ધ એફઆઇઆર દાખલ થવાનો મુદ્દો બનાવ્યો છે. કેજરીવાલે કહ્યુ કે તે એફઆઇઆરના ડરથી શાંત રહે તેમાના નથી.

કેજરીવાલે દિલ્હીમાં પત્રકાર પરિષદ કરીને કહ્યું કે વડાપ્રધાન મોદીએ તેના પર દબાવ બનાવવા માટે ખોટી એફઆઇઆર દાખલ કરાઇ છે. તેમણે કહ્યું કે મોદીજી એ અત્યાર સુધી સોનિયા ગાંધી અને રોબર્ટ વાડ્રા ની વિરૂદ્ધ એક પણ કેસ દાખલ કેમ નથી કરાવ્યો. હું માત્ર મોદીજીના કુકર્મો નો વિરોધ કરૂ છું. તેમને જેટલા મારા વિરૂદ્ધ કાવતરા ઘડવા હોય, ઘડી લે અને દરોડા પડાવે.

વધુમાં કેજરીવાલે કહ્યું કે મોદી સરકાર જ્વેલર્સ સાથે ખોટું કરી રહી છે, અને તે તેની વિરૂદ્ધ છે. સાથે જ કેજરીવાલે કહ્યુ કે વડાપ્રધાન મોદી તેના તમામ મુખ્યમંત્રીઓને બચાવવામાં લાગ્યા છે, જેના વિરૂદ્ધ ગંભીર ભ્રષ્ટાચારના આરોપો છે.

નોંધપાત્ર છે કે રાજધાની દિલ્હીમાં થયેલા 400 કરોડના વોટર ટેંકર કૌભાંડમાં એફઆઇઆર દાખલ થઇ ગઇ છે. એસીબીએ શરૂઆતી તપાસ બાદ દિલ્હીના પૂર્વ સીએમ શીલા દીક્ષિત અને હાજર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વિરૃદ્ધ એફઆઇઆર દાખલ કરાઇ છે.1466514077_v-13

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

94 − 92 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud