સલમાનના નિવેદન પર વિવાદ, મહિલા આયોગે મોકલી નોટિસ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1466511298_salman-khan-refers-to-himse– ‘રેપ વિક્ટિમ’વાળા નિવેદન બાદ સલમાને કહ્યુ, મારે આવુ ના કહેવુ જોઇએ

– સલમાનના નિવેદન પર તેમના પિતા સલીમ ખાને કર્યો બચાવ

નવી દિલ્હી, તા. 21 જૂન 2016

ફિલ્મ ‘સુલ્તાન’ની શૂટિંગને લઇને સલમાન ખાનનું એક નિવેદન વિવાદોમાં આવી ગયુ છે. એક ઑનલાઇન વેબસાઇટે સલમાન ખાનના હવાલાથી લખ્યુ હતુ કે તેમણે શૂટિંગ દરમિયાન પોતાની થાકની સરખામણી ‘રેપ વિક્ટિમ’ના દર્દ સાથે કરી છે. જણાવવામાં આવે છે કે વેબસાઇટે સલમાનના નિવેદનને તોડીમરોડીને રજૂ કરવામાં આવ્યુ જેનાથી વિવાદ થયો હતો.

સોશિયલ મીડિયા પર હવે ઇન્ટરવ્યૂને લઇને ખુલાસો કરવામાં આવ્યો છે કે વેબસાઇટે સલમાનની પૂરી વાતચીત લખી નથી, એનો અમુક જ ભાગ સામે આવ્યો છે. હવે સોશિયલ વેબસાઇટ પર ઇન્ટરવ્યૂનો બીજો ભાગ સામે આવ્યો છે, જેમાં સલમાન ખાન પોતાની વાતને સુધારી રહ્યા છે. તેમણે કહ્યુ કે મારે આ પ્રકારનું નિવેદન ના આપવુ જોઇએ.

મહિલા આયોગે માંગ્યો જવાબ
નેશનલ વુમન કમિશનના અધ્યક્ષ લલિતા કુમાર મંગલમે કહ્યુ કે અયોગ દ્વારા સલમાન ખાનને પત્ર લખવામાં આવ્યો છે. તેમાં પૂછવામાં આવ્યુ છે કે તેમણે આ પ્રકારનું નિવેદન કેમ આપ્યુ. જો 7 દિવસમાં જવાબ મળશે નહી તો એનસીડબ્લૂ કોર્ટ નોટિસ પણ જાહેર કરી શકે છે.

શું લખ્યુ હતુ ઇન્ટરવ્યૂમાં
વેબસાઇટે ઇન્ટરવ્યૂના હવાલાથી લખ્યુ,’ મારા માટે રિંગમાં ટ્રેનિંગ કરવું ખૂબ જ મુશ્કેલીભર્યુ કામ હતુ. એક દિવસનાં છ કલાક સુધી શૂટિંગ કરવાની હતી. આ દરમિયાન ગ્રાઉન્ડમાં ઘણી મહેનત કરવી પડતી હતી. મારા માટે આ સરળ ન હતુ, કારણ કે આ દરમિયાન મારે 120 કિલોગ્રામના વ્યક્તિને 10 અલગ-અલગ ઍંગલમાં પછાડવાના હતા. મને પણ કેટલીયવાર ગ્રાઉન્ડ પર પછાડવામાં આવ્યો હતો. જ્યારે શૂટમાંથી બહાર નિકળી રહ્યો હતો ત્યારે મને લાગતુ કે એક એવી મહિલા છું, જેની સાથે રેપ થયો છે. હું સીધો ચાલી પણ ન હતો શકતો. મે ત્યાર બાદ થોડુક ખાધુ અને ફરી ટ્રેનિંગ માટે ચાલ્યો ગયો.’

સલીમ ખાને કર્યો સલમાનનો બચાવ
સલીમ ખાને સલમાનનો બચાવ કરતા કહ્યુ કે સલમાને આ પ્રકારનું નિવેદન કોઇ ખોટા ઇરાદાથી નથી આપ્યુ. તેમણે વાતચીતમાં એવું કહી દીધુ હતુ.

‘સલમાન ખાન માફી માંગે’
સલમાનના આ નિવેદનથી ભાજપના નેતા શાયના એનસીએ ઘણી નિંદા કરી હતી. તેમણે કહ્યુ કે સલમાન ખાને આ નિવેદન માટે માફી માંગવી જોઇએ. શાયનાએ ટ્વિટ કરીને સલમાન ખાનને માફી માંગવા માટે કહ્યુ છે.

‘સલમાન તમારુ નિવેદન પાછુ લો’
રાષ્ટ્રીય મહિલા આયોગની પૂર્વ સદસ્ય શમીના શફીફે કહ્યુ કે આ ખૂબ જ શરમજનક નિવેદન છે. સલમાને માફી માંગવી જોઇએ. તેઓ પોતાનું નિવેદન પાછુ લે, કારણ કે તેમના નિવેદનને લાખો લોકો ફૉલો કરી શકે છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

79 − 70 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud