અમદાવાદ-મુંબઈ વચ્ચે ટ્રેકનો ગડર ખસી જતાં રેલવ્યવહાર પુન: ખોરવાયો,જાણો કઈ ટ્રેનો થઈ રદ્દ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.
 • News10_20160705095112090ગઈકાલે સોમવારે દહાણુ રોડ સ્ટેશન વિસ્તારમાં ભારે વરસાદને પગલે સંત રોડ પાસે પાનમ નદીના પુલનંબર ૨૬ નજીક માટી ધોવાઈ જતાં દહાણુ તરફ જતી માલગાડીનાં અગિયાર કન્ટેઇનર ડબા મધરાતે ત્રણ વાગ્યે ખડી પડતાં પશ્ચિમ રેલવેનો રેલવ્યવહાર ખોરવાઈ ગયો હતો. મોડી સાંજે એક તરફનો રેલવ્યવહાર ચાલુ કરાવવામાં આવ્યો હતો પરંતુ અમદાવાદ-મુંબઈ વચ્ચે ટ્રેકનો ગડર ખસી જતાં રેલવ્યવહાર પુન: ખોરવાયો છે.

  ભારે વ્યસ્ત રેલવે માર્ગ પર આ હોનારત થવાને પગલે લાંબા અંતરની કુલ તેર ટ્રેનો રદ કરવામાં આવી હતી જ્યારે અન્ય બાર ટ્રેનોનો સમય બદલવામાં આવ્યો હતો કે તેમના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જેએનપીટીથી મુરાદાબાદ જતી આ માલગાડી ખડી પડવાની ઘટનાને પગલે મુંબઇ અને દહાણુ રોડ વચ્ચે ચાલતી ઉપનગરીય ટ્રેનસેવા પણ ખોટકાઇ પડી હતી. રેલવેએ આ અકસ્માત બાદ મુંબઇથી દિલ્હી અને અમદાવાદ તરફ જતી તમામ ટ્રેનો રદ કરી હતી. ઉત્તર ભારત તરફ જતી અમુક ટ્રેનોના માર્ગ બદલવા પડયા હતા. રઝળી પડેલા મુસાફરો માટે રેલવેએ એસટીની વ્યવસ્થા કરી હતી.

  સુરત અને વલસાડમાં રઝળી પડેલાં ઉતારૂઓને મુંબઇ પહોંચાડવા એસટી બસોની વિશેષ વ્યવસ્થા કરી હતી. રેલવેએ તાબડતોબ પગલાં લઇને અટવાયેલાં ઉતારૂઓે માટે બિલિમોરામાં પાંચ, નવસારીમાં પાંચ, વેડછામાં પાંચ, સુરતમાં પાંચ તથા વાપી, ભિલાડ અને વલસાડમાં ત્રણથી પાંચ બસોની વ્યવસ્થા કરી હતી, જેને કારણે ઉતારૂઓને રાહત થઇ હતી.

  બીજી તરફ રેલવે વહીવટીતંત્રે પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ(પીઆરએસ)ને જેમને તેમનો પ્રવાસ રદ કરવો પડયો હોય તે ઉતારૂઓને રિફંડ આપવા જણાવ્યું હતું અને મુંબઇ સેન્ટ્રલ, બાન્દ્રા ર્ટિમનસ, બોરીવલી અને સુરત ખાતે રખડી પડેલાં ઉતારૂઓને રિફંડ આપવા વધુ બે બારી ખોલવાનો આદેશ આપ્યો હતો. સુરતમાં આ ઘટનાની વિગતો આપવા માટે એક ખાસ હેલ્પડેસ્ક શરૂ કરવામાં આવ્યું હતું. રેલવે સત્તાવાળાઓએ મુંબઇ તરફ જતાં ઉતારૂઓને ટિકિટ આપવાનું બંધ કર્યું હતું. સાંજે રેલવેવ્યવહાર પૂર્વવત શરૂ થતાં મંગળવારથી રેલવેવ્યવહાર પુનઃ રાબેતા મુજબ થઇ જવાની ધારણા છે.

  મંગળવાર અને બુધવારની ચાર ચાર ટ્રેન રદ્દ કરવામાં આવી છે.

  મંગળવારે રદ્દ થયેલ ટ્રેન
  ટ્રેન નં. 19018 જામનગર-બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ
  ટ્રેન નં. 12962 ઈન્દોર-મુંબઈ સેન્ટ્રલ અવંતીકા એક્સપ્રેસ
  ટ્રેન નં. 12956 જયપુર મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ
  ટ્રેન નં.09022 જમ્મુતાવી-બાંદ્રા ટર્મિનસ હોલી ડે સ્પેશિઅલ

  બુધવારે રદ્દ થયેલ ટ્રેન

  ટ્રેન નં. 19024 ફિરોઝપુર જનતા એક્સપ્રેસ
  ટ્રેન નં. 12472 શ્રી વૈષ્ણોદેવી કટરા બાંદ્રા સ્વરાજ એક્સપ્રેસ
  ટ્રેન નં. 12904 અમૃતસર મુંબઈ સેન્ટ્રલ ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ
  ટ્રેન નં. 109006 ઓખા મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

41 + = 42

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud