હરિયાણાના માલખેડીમાં 243 વર્ષથી બીડી અને હુક્કા પીવા પર પ્રતિબંધ છે

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1467647257_MALKHEDI IMAGE 1ઇસ 1772માં વ્યસનો નહી કરવાની શરત સાથે બુર્ઝગોએ ગામ વસાવ્યું હતું

બહારથી આવનારા સગા સંબંધીઓએ પણ બીડી સિગારેટ પી શકતા નથી

ધુમ્રપાન અને તમાકુના વ્યસન વધતા જતા હોવાથી અનેક ગામોમાં તેના પર પ્રતિબંધ મુકવામાં આવે છે પરંતુ હરિયાણાના કૈથલ જિલ્લાના માલખેડી ગામની આજથી 243 વર્ષ પહેલા સ્થાપના થઇ ત્યારથી ધુમ્રપાન કરવા પર મનાઇ છે.તેના પેઢી દર પેઢીઓ સખ્તાઇથી અમલ કરવામાં આવે છે. ગામમાં ધુમપ્રાનની ટેવને સૌથી મોટો અવગુણ ગણવામાં આવે છે. પંજાબ રાજયની સરહદથી જોડાયેલા જાટની વસ્તી ધરાવતા આ ગામમાં યુવા પેઢીએ પણ આ પરંપરાનું પાલન કરવા માંડયું છે. કોઇએ પણ આજ સુધી વડવાઓની આ પરંપરાને તોડી નથી. ગામના સરપંચના જણાવ્યા અનુસાર માલખેડી ગામને ઇસ 1772માં સરદાર જીવનસિંહ વસાવ્યું હતું. આ ગામને વસાવતા પહેલા ગામના લોકોને હુક્કા તથા બીડી નહી પીવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. આથી આ ગામમાં આજે પણ બીડી સિગારેટ દુકાનમાં મળતી નથી. બહારથી આવનારા સગા સંબંધીઓએ પણ બીડી સિગારેટ પી શકતા નથી. ગામમાં આજે સરદાર સિંહના વંશજોની 12 મી પેઢી ચાલે છે.

આ પરંપરા કયારેય તુટશે નહી. ગ્રામીણ વિસ્તારોમાં મહિલા અને પુરુષોમાં બીડી,સીગારેટ તથા તમાકુ જેવા વ્યસનો વધતા જાય છે ત્યારે માલખેડી ગામ પાસેથી પ્રેરણા લેવા જેવી છે. ગામ લોકને પોતાની આ પરંપરાનું ગૌરવ અનુભવે છે. જાટ સમુદાય ઉપરાંત બીજા લોકો પણ તેનું પાલન કરે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઇસ 1755માં કૈથલમાં બે ભાઇઓનું રજવાડું હતું. તેમની સેનામાં જનરલ જીવનસિંહ વફાદાર અને વિશ્વાસપાત્ર માણસ હતા.આ વફાદાર જનરલને 4500 વિઘા જમીન આપી હતી. આ જમીન પર જ માલખેડી ગામ વસાવ્યું હતું. આ ગામની  વસ્તી 1800 લો લોકોની છે તેમાંથી 1300 મતદારો છે. ગામમાં દમ,ખાસી તથા શ્વાસને લગતી બિમારીઓ ઓછી જોવા મળે છે. આ ગામમાં માલસર તિર્થ હતું. આથી આ ગામનું નામ માલસર પડયું હતું. આગ ગામનું નશા વિરોધ્ધી અભિયાનમાં દાખલો આપવામાં આવે છે. નવેસરથી ગામ વસાવતી વખતે લોકોને પ્રેરણા આપે તેવું ગામ છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

53 + = 57

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud