મોદી કેબિનેટ વિસ્તરણ બાદ કઠેરિયા સહિત 6 મંત્રીઓનું રાજીનામું

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1467708239_six-union-ministers-resign-– નિહાલ અને કઠેરિયા મંત્રી સ્થાને રહેતા વિવાદ સર્જાયા હતા

– રાજીનામું આપતા નેતાઓની પ્રોફાઇલ જાણો

નવી દિલ્હી, તા. 5 જુલાઇ 2016

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે વર્ષના કાર્યકાળમાં મંત્રીમંડળના બીજા વિસ્તરણ બાદ 6 મંત્રીઓએ પોતાના મંત્રી સ્થાનેથી રાજીનામુ આપી દીધુ છે. રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણ સમારોહ પછી નિહાલ ચંદ, રામશંકર કઠેરિયા, સાંવરલાલ જાટ, મનસુખ વસાવા, મોહન કુંડારિયા અને જીએમ સિદ્ધેશ્વરાએ મંત્રી પદેથી પોતાનું રાજીનામુ સોંપી દીધુ છે.

વિવાદોમાં હતા નિહાલ અને કઠેરિયા
જણાવવામાં આવી રહ્યુ છે કે સરકારના બે વર્ષના કાર્યકાળના રિપોર્ટ કાર્ડના આધારે પીએમ મોદીએ પહેલાથી જ કેટલાક મંત્રીઓની મુક્તિ થવાના સંકેત આપી દીધા હતા. પંચાયતીરાજની સાથે જ રસાયણ અને ખાતર રાજ્યમંત્રી નિહાલ ચંદ રાજસ્થાનના ગંગાનગર બેઠકથી સાંસદ બન્યા હતા અને પહેલીવારમાં જ મોદી ટીમમાં સામેલ થઇ ગયા હતા. માનવ સંસાધન વિકાસ રાજ્યમંત્રી રામ શંકર કઠેરિયા યુપીના આગરા બેઠકથી સાંસદ બન્યા છે. બંને નેતાઓ પર મંત્રી સ્થાને રહેતા વિવાદ સર્જાયા હતા.

આ હતી મંત્રીઓની પ્રોફાઇલ
રાજસ્થાનના અજમેર બેઠકથી સાંસદ સાંવર લાલ જાટ મોદી સરકારમાં સંસાધન રાજ્યમંત્રી હતા. ત્યારે મનસુખ વસાવા કેન્દ્ર સરકારમાં આદિવાસી કલ્યાણ રાજ્ય મંત્રી તરીકે કામ કરી રહ્યા હતા. તેઓ ગુજરાતના ભરુચના સાંસદ છે. ગુજરાતના જ રાજકોટ બેઠકના સાંસદ મોહન કુંડારિયા કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. જીએમ સિદ્ધેશ્વરા કર્ણાટકના દેવનગેરેથી ભાજપ સાંસદ છે. કેન્દ્ર સરકારમાં તેઓ ભારે ઉદ્યોગ અને સાર્વજનિક ઉદ્યમ રાજ્યમંત્રી તરીકે કામ કરી રહ્યા હતા.

કઠેરિયાએ કહ્યુ – પાર્ટીનો આદેશ સરઆંખો પર
રાજીનામુ આપતા પહેલા કઠેરિયાએ આજે કહ્યુ, હું પાર્ટીનો કાર્યકર્તા છુ અને પાર્ટી જ્યાં પણ કહેશે હું કામ કરવા માટે તૈયાર છું. પહેલા પણ સંગઠનમાં હતો અને હજુ પણ સંગઠનમાં કામ કરીશ. મને મંત્રીમંડળમાંથી હટાવવા પર કોઇ દુખ નથી.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

9 + 1 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud