રાજ્યમાં અભેદ સુરક્ષા વચ્ચે 103 રથયાત્રા નગરચર્યાએ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

300x250-in_1878_rathyatra_beganing_in_ahmedabad 300x250-jagannath-rath-yatra-begins

– સુરક્ષામાં 2 IG, 2 DIG, 22 SP, 73 DySP, 206 PI, 233 PSI તૈનાત

– ગુજરાત પોલીસ એલર્ટ મોડ ઉપર, સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરાયો

અમદાવાદ, તા. 6 જુલાઇ 2016

અષાઢી બીજ પ્રસંગે સમગ્ર રાજ્યમાં 103 જેટલી રથયાત્રા અને 46 શોભાયાત્રા નીકળી છે ત્યારે રાજ્યમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોઇ પણ જાતની અનઇચ્છનીય ઘટના ન ઘટે તેના પગલે પોલીસે સલામતી વ્યવસ્થામાં વધારો કર્યો છે. રાજ્યના કાયદો અને વ્યવસ્થાના એડી.જી.પી.એ જણાવ્યું હતું કે, 144 જેટલી વિવિધ સુરક્ષાદળોની કંપનીઓને બંદોબસ્ત માટે ગોઠવી દેવામાં આવી છે.

આ વખતે અમદાવાદ ઉપરાંત વડોદરા, ભાવનગરની રથયાત્રાનું ડ્રોન મારફતે મોનીટરીંગ કરવામાં આવશે. પ્રથમવાર રથયાત્રામાં નાગાલેન્ડની આર્મડ મહિલા પ્લાટૂન પણ અમદાવાદમાં તહેનાત કરવામાં આવી છે.

ગુજરાતમાં દર વર્ષે અષાઢી બીજે નીકળતી રથયાત્રાની જેમ આતુરતાથી રાહ જોતા હોય છે તેમ ગુજરાત પોલીસ માટે પણ આ રથયાત્રા શાંતિપુર્ણરીતે સંપન્ન કરાવવાની મહત્વની જવાબદારી હોય છે જેના માટે રથયાત્રા પૂર્વે એક મહિના અગાઉથી રાજ્યની પોલીસ તેની તૈયારીમાં લાગી જાય છે. ખાસ કરીને અમદાવાદની રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થા માટે ખુબ જ તકેદારી રાખવામાં આવતી હોય છે.

આ સંદર્ભે આજે રાજ્યના કાયદો અને વ્યવસ્થાના એડી. ડીજીપી. એ.ડી.પારઘીએ રાજ્યની રથયાત્રાઓમાં સુરક્ષા સંદર્ભે માહિતી આપી હતી. ગુજરાતમાં અષાઢી બીજે 103 જેટલી રથયાત્રાઓ અને અન્ય દેવી-દેવતાઓની 46 જેટલી શોભાયાત્રાઓ નીકળી છે.

જેમાં 2 આઈજી, 2 ડીઆઈજી, 22 એસપી, 73 ડીવાયએસપી, 206 પીઆઈ, 233 પીએસઆઈ, 245 તાલીમી પીએસઆઈ, નવા 2300 જેટલા ભરતી કરાયેલા જવાનો અને 3100 પોલીસ જવાનોને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્યમાં 47 જેટલી એસઆરપી કંપની, 42 પેરા મીલીટરી ફોર્સની કંપનીઓ તેમજ 55 જેટલી બોર્ડર વીંગ કંપનીઓ મળી કુલ 144 જેટલી કંપનીઓને બંદોબસ્તની જવાબદારી સોંપવામાં આવી છે.

અમદાવાદની રથયાત્રામાં પ્રથમવાર નાગાલેન્ડની આર્મ મહિલા પ્લાટુન પણ તૈનાત કરવામાં આવી છે. અમદાવાદની રથયાત્રાનું ડ્રોન મારફતે મોનીટરીંગ કરવામાં આવ્યું છે તેમજ ગૃહ વિભાગનું સર્કીટ હાઉસ ખાતે ખાસ કંટ્રોલ રૃમ પણ ઉભો કરવામાં આવ્યું છે. વહેલી સવારથી રથયાત્રાઓ નીજ મંદિરે પરત ફરે ત્યાં સુધી ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સંપર્કમાં રહી સતત મોનીટરીંગ કરતાં રહેશે. રાજ્યમા જ્યાં જ્યાં રથયાત્રા નીકળવાની છે ત્યાં ખાસ સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. જેના થકી મોનીટરીંગ કરવામાં આવશે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

59 − 51 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud