મીકા વિરુદ્ધ ફેશન ડિઝાઇનરે લગાયો છેડતીનો આરોપ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

Mika-Singh_1– મીકા સિંહ પર આઇપીસીની કલમ 354, 323 અને 504 હેઠળ ગુનો નોંધાયો

– મીકાએ પણ મહિલા પર પાંચ કરોડની માંગણી કર્યાનો આરોપ લગાયો

મુંબઇ, તા. 6 જુલાઇ 2016

બૉલિવુડના સિંગર મીકા સિંહ પર મુંબઇની એક ફેશન ડિઝાઇનરે છેડતીનો આરોપ લગાયો છે. વર્સોવા પોલીસ સ્ટેશનમાં મહિલાની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, મીકા સિંહ પર આઇપીસીની કલમ 354, 323 અને 504 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

મહિલાનો આરોપ છે કે મીકા સિંહે તેમની સાથે ખરાબ વર્તન કર્યુ હતુ અને ઇજા પહોંચાડવાનો પણ પ્રયાસ કર્યો હતો. જો કે મીકા સિંહે કહ્યુ કે તેમના પર ખોટો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યુ કે મહિલાએ તેમની પાસે પાંચ કરોડની માંગણી કરી હતી અને આ માંગણી પૂરી ના કરવા પર કેસ કરવાની ધમકી આપી હતી. આ મને ફસાવવાનું કાવતરું છે. આ મુદ્દામાં મિકા સિંહે પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મીકાનો આરોપ છે કે ગઇકાલે સવારે 5 કલાકે એક મહિલા બારીમાંથી મારા સંકુલમાં ઘુસી અને મારી તેમજ મારા સ્ટાફ સાથે ખરાબ વર્તન કરવા લાગી હતી.

સલમાન પર કરી હતી કમેન્ટ
ઉલ્લેખનીય છે કે મીકા તાજેતરમાં ટીવી રિયાલીટી શૉ સારેગામાપામાં નજર આવી રહ્યા છે અને થોડા સમય પહેલા સલમાનના લગ્ન પર કમેન્ટ કરી ચૂક્યા છે. મીકાએ કહ્યુ, સલમાન ભાઇ જે દિવસે લગ્ન કરશે ત્યારબાદ તરત જ હું પણ લગ્ન કરી લઇશ. ત્યારે સલમાન ખાને કહ્યુ કે પહેલા કોઇ છોકરી હા તો બોલે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 1 = 8

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud