૭૪ ટકા ભારતીયો સ્માર્ટફોન પથારીમાં રાખીને સૂઇ જાય છે

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

300x250-article-2577824-1C2D266B00000578-36_634x499મોબાઇલે લોકોનું વર્તન અને ટેવો બદલી નાખી

વીક એન્ડ માં પાર્ટનર કરતા સ્માર્ટફોન ઓપરેટ કરવામાં વધારે સમય ગાળે છે

મોબાઇલનો વપરાશ વધ્યા પછી લોકોના બદલાયેલા વર્તન અને ટેવો અંગના સ્ટડી પણ વધતા જાય છે. સાત દેશોના ૭ હજાર મોબાઇલ વપરાશકર્તાઓ આદતોનો અભ્યાસ કર્યો તેમાં જાણવા મળ્યું છે કે  સરેરાશ ૬૦ ટકા લોકો  સુતી વખતે પણ સ્માર્ટફોન હાથમાં રાખે છે,એમાં પણ ભારતના ૭૪ ટકા અને ચીનના ૭૦ ટકા મોબાઇલ યુઝર્સને પથારીમાં મોબાઇલ રાખવાની ટેવ છે.નવાઇની વાત તો એ છે કે ભારતીયોમાં સ્માર્ટ ફોનનો શોખ એટલો બધો વધતો જાય છે કે મોટા ભાગના ભારતીયોને વીક એન્ડ માં પોતાના પાર્ટનર સાથે રહેવા કરતા સ્માર્ટફોનમાં વધારે આનંદ મળે છે.

અમેરિકા,બ્રિટન,બ્રાઝીલ,ચીન, સ્પેન,મેક્સિકો અને ભારતના મોબાઇલ યુઝર્સ પર થયેલા સર્વેમાં એમ પણ જાણવા મળ્યું છે કે કેટલાક તો પોતે નહાવા બેસે ત્યારે ટોઇલેટમાં પણ ફોન લઇને જાય છે.આ સર્વેમાં એમ પણ પૂછવામાં આવ્યું કે તમે તમારા પાલતું પ્રાણીને પહેલા બચાવવાનું પસંદ કરશો કે સ્માર્ટફોન ને તો ૫૪ ટકાએ ફોનને બચાવવાને પોતાની પહેલી પસંદ ગણાવી હતી. ૪૦ ટકાથી પણ વધુ લોકોએ એમ કહયું કે પોતાના પાકા મિત્ર કરતા પણ ફોન જોડે વધારે ઘનિષ્ઠતા છે.એક સમયે રીડિંગ કરતા કે ટીવી જોતા જોતા સુઇ જવુંએ કોમન હતું તેના સ્થાને હવે સ્માર્ટફોનની એપ્લીકેશનમાં ધ્યાન કેન્દ્રીત કરે છે.જાહેર સ્થળોએ બીજું કશું ઓબ્ઝર્વ કરવાના સ્થાને સ્માર્ટફોન પર મચેલા રહે છે.જો કે ૭૯ ટકા લોકોએ એમ પણ કબુલ્યું કે ફોનના કારણે જે ફોનના કારણે જિંદગીનો મહત્વનો ભાગ બગડે છે આથી બીજી બાબતોમાંથી મજા લૂટવાનો સમય વેડફાઇ જાય છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

5 + 4 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud