Get Saurashtra Bhoomi Daily Newspaper on WhatsApp !!!

Breaking News

આતંકવાદીઓના નિશાના પર હવે દેશના IAS, IPS અધિકારીઓ

By  | 

images

– ભારતીય અલ કાયદાના વડાએ ભારતીય મુસ્લિમોને IAS,IPS અધિકારીઓની હત્યા કરવા કહ્યું

– ઇન્ટેલિજન્સ સૂચનાના આધારે દિલ્હી પોલીસે ઘટસ્ફોટ કર્યો

– ઇન્ટેલિજન્સ સૂચનાના આધારે દિલ્હી પોલીસે ઘટસ્ફોટ કર્યો

ચંડીગઢ, તા 08 જુલાઈ 2016

આતંકવાદીઓના નિશાના પર હવે દેશના અધિકારીઓ છે. દિલ્હી પોલીસની સ્પેશીયલ સેલે 6 જુલાઈએ એક એલર્ટ જાહેર કર્યુ છે. તેના પરથી માહિતી સામે આવી છે કે, અલ કાયદાના ભારતીય સબકોન્ટિનેટ (AQIS) સીનિયર IAS તથા IPS ઓફિસરો પર હુમલો કરવાની તૈયારીમાં છે.

ઇન્ટેલિજન્સ સૂચના અનુસાર AQIS ના વડા મૌલાના અસીમ ઉમરે ભારતીય મુસ્લીમને આ વિષયમાં સમજાવીને જેહાદ માટે તૈયાર કર્યા છે. સેન્ટ્રલ ઈન્વેસ્ટીગેશન એજન્સીએ આ સૂચનાની ખાતરી કરી છે કે અસીમે ભારતીય મુસ્લીમને કહ્યું છે કે સીનિયર IAS, IPS ઓફિસરોને મારીને તેઓ જેહાદ કરી શકશે.

દિલ્હી પોલીસના પત્રમાં કહેવામાં આવ્યું છે કે તમામ ઓફિસરોની સુરક્ષા માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવે. ઓફિસરોની સાથે તેમના સ્ટાફની સુરક્ષા પણ વધારી દેવામાં આવે. આટલુ જ નહી તમામ પોલીસ સ્ટેશન જેમા સીનિયર ઓફિસરોની ઓફિસ આવેલી છે તેમજ રહેણાંકી વસાહતો જ્યાં ઓફિસર રહેતા હોય, તે દરેક જગ્યાઓમાં તાત્કાલિક ધોરણે સુરક્ષા વધારવાનો હુકમ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

2 + 3 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud