US: ડલ્લાસમાં અશ્વેતની હત્યા પર હોબાળો, ચાર પોલીસ ઠાર, ત્રણની અટકાયત

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

લ્યુસિયાના તથા મેનસોટામાં પોલીસ દ્વારા અશ્વેતોની હત્યાના વિરોધમાં ગુરૂવારે રાત્રે ડલ્લાસમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં અશ્વેતો તથા માનવ અધિકાર કાર્યકરો એકઠા થયા હતા. રેલીની વ્યવસ્થામાં તહેનાત પોલીસ અધિકારીઓ પર બે રાયફલધારીઓ દ્વારા રાત્રે નવેક વાગ્યે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે ચાર પોલીસવાળાને ઠાર મારવામાં આવ્યા હતા, જ્યારે સાત અન્યોને ઈજા પહોંચી હતી. જેના કારણે અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. ઈજાગ્રસ્તોમાં ત્રણની હાલત ગંભીર છે, જ્યારે ચારને સામાન્ય ઈજાઓ પહોંચી છે. સમગ્ર ઘટનામાં અત્યાર સુધી પોલીસે ત્રણ પ્રદર્શનકારોની ધરપકડ કરી છે.

jpegહુમલાખોરો દ્વારા બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યા હોવાની આશંકાને પગલે બોમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડ ઘટનાસ્થળે ધસી ગઈ છે અને કોમ્બિંગ હાથ ધર્યું છે. હુમલાના પગલે ડલ્લાસમાં ટ્રેન તથા બસનો વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો હતો. ડલ્લાસ માટેની ટ્રેનોને વિક્ટરી સ્ટેશન પર ઊભી રાખવામા આવશે.

પ્રત્યક્ષદર્શીઓના કહેવા પ્રમાણે, ગોળીબારના અવાજને કારણે રેલીમાં સામેલ થનારા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. પોલીસના કહેવા પ્રમાણે પચાસ થી સિત્તેર રાઉન્ડ ફાયરિંગ થયું હતું. હુમલાખોરો દ્વારા ઓટોમેટિક એસોલ્ટ રાયફલથી ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. પોલીસે એક શંકાસ્પદને ઘેરી લીધો છે. જ્યારે અન્ય હુમલાખોરોને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.

ડલ્લાસ પોલીસ ચીફ ડેવિડ બ્રાઉને કહ્યું કે શંકાસ્પદોને પકડવા માટે આ મામલામાં વ્યાપક સર્ચ અભિયાન ચલાવામાં આવ્યું છે. શહેરમાં પ્રદર્શનકારીઓની માર્ચ દરમ્યાન ફાયરિંગ થયું. મેનસોટામાં ફિલાંદો કાસ્ટિલે અને લ્યુસિયાનામાં અલ્ટોન સ્ટાર્લિંગનું મોતથી નારાજ હતા. મેનસોટામાં પોલીસએ એક અશ્વેતને કારમાંથી બહાર કાઢી ઠાર માર્યો હતો. ત્યારે ચાર વર્ષની માસૂમ બાળકી બેક સીટ પર બેઠી હતી. સેંકડો લોકોએ મેનસોટાના ગવર્નરના ઘરની બહાર નારેબાજી કરી હતી. ગવર્નરના કહેવા પ્રમાણે, પોલીસે વધુ પડતો બળપ્રયોગ કર્યો હોય તેમ જણાય છે. સાથે જ આઘાત પણ વ્યક્ત કર્યો હતો. ન્યૂયોર્કમાં ફિફ્થ એવેન્યુ ખાતે પણ વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેમાં પોલીસ અને દેખાવકારો વચ્ચે ઝપાઝપી થઈ હતી. દેખાવકારોએ શિકાગોના ડેન રયાન એક્સપ્રેસવેને બ્લોક કરી દીધો હતો. આ ઘટનાક્રમ લગભગ કલાકો સુધી ચાલ્યો હતો.

અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ સમગ્ર ઘટનાક્રમ પર પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. ઓબામાના કહેવા પ્રમાણે, આ ઘટનાઓ ‘બ્લેક ‘ સમુદાય અંગે નથી. ઓબામાએ અમેરિકામાં પોલીસ રિફોર્મ્સ પર પણ ભાર મૂક્યો હતો. ઓબમાએ મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી તથા શોક પ્રગટ કર્યો હતો. અમેરિકામાં પોલીસ દ્વારા અશ્વેતો સામે વધુ પડતો બળપ્રયોગ કરવામાં આવતો હોવાની ફરિયાદો છાશવારે ઉઠતી રહે છે.

ગણતરીની કલાકોમાં અમેરિકામાં પોલીસે બે અશ્વેતોને ઠાર માર્યા હતા, જેની સામે આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. 32 વર્ષના અશ્વેત ફિલાંદોને પોલીસ દ્વારા બુધવારે ગોળી માર્યા બાદ લોકો ગુસ્સો ભભૂકયો છે. ફિલાંદોની ગર્લફ્રેન્ડે તેનો લાઈવ વીડિયો ઇન્ટરનેટ પર પોસ્ટ કર્યો હતો. આ લોહીના દ્રશ્યોને ઇન્ટરનેટ પર વાયરલ થયા.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

+ 34 = 41

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud