મધમાખીના ડંખમાં રહેલું ઝેર સંધિવાની બિમારી મટાડે છે

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

300x250-honey_bee_imageડંખમાંનું ઝેર શરીરમાં ખાસ પ્રકારના હોર્મોન પેદા કરે છે

મધમખીના ડંખનો ઇલાજ સદીઓ જુનો માનવામાં આવે છે

સંધિવાના રોગનું પ્રમાણ સામાન્ય થઇ ગયું છે ત્યારે મખમાખીનો ડંખ તેને મટાડી શકે છે એવું સંશોધન થયું છે.મધમાખીના ડંખમાં રહેલું ઝેર સંધિવા મટાડે છે એટલું જ નહી તે સંધિવાને થતો પણ અટકાવે છે.બ્રાઝિલના સાઓ પાઉલો વિશ્વ વિધાલયના સંશોધનમાં સાબીત થયું કે મધમાખીમાં રહેલું ઝેર હાડકાની વચ્ચેના બે સાંધાઓ વચ્ચેના સોજાઓને દૂર કરે છે.આ સોજો વધારે રહેવાથી જ સંધિવાનો રોગ થાય છે.મધમાખીના ડંખમાં રહેલા ઝેરમાં શરીરમાં હોર્મોન પેદા કરવાની શકિત છે જેનાથી સંધિવાનો સોજો ઘટાડે છે.

મધમાખી અંગેના આ રિસર્ચ સાથે સંકળાયેલા સુજાના બિટ્રીઝ વેરીસિમો ડી મેલોનું કહેવું છે કે મખમાખીનું વિષ માનવમાં રોગ પ્રતિકારકતા અને એલર્જી પ્રતિક્રિયાને વધારે એવા તત્વોનું એક જટિલ મિશ્રણ હોય છે.જો કે મધમખીના ડંખનો ઇલાજ સદીઓ જુનો માનવામાં આવે છે જેને બ્રાઝીલના સંશોધકોએ પણ પુષ્ટી આપી છે.વૈજ્ઞાાનિકોએ આ  રીતે જ સસલામાં પણ ગઠિયા તરીકે ઓળખાતા રોગને નિયંત્રણમાં લીધો હતો.આવી જ રીતે મકડીના ઝેરમાંથી પણ આડ અસર ના કરે તે પ્રકારની દર્દનિવારક દવા શોેધવાના પ્રયત્નો શરુ થયા છે.બ્રિટીશ જર્નલ ઓફ ફાર્માકોલોજીમાં પ્રકાશિત એક લેખ મુજબ મકડીના ઝેરમાં એવા પ્રોટિન હોય છે જે મગજને દર્દનો અનુભવ થવા દેતા નથી.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 1 = 9

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud