Get Saurashtra Bhoomi Daily Newspaper on WhatsApp !!!

Breaking News

શું તમે આપમેળે પાણી પીતા ડિપ્પી બર્ડ વિશે આ જાણો છો?

By  | 

1468057836_Do-you-know-about-the-Autom– આશ્ચર્યની વાત એ છે કે ડિપ્પી બર્ડ રાસાયણિક પ્રક્રિયાથી કામ કરે છે

અમદાવાદ, તા. 9 જુલાઇ 2016

કાચના ગોળાકાર પેટ અને લાંબી ડોકવાળા પક્ષી આકારનું ડિપ્પી બર્ડ તમે જોયુ હશે. આ રમકડું તેની સામે મૂકેલા ગ્લાસમાંથી થોડી થોડી વારે ડોક નમાવીને ચાંચ વડે પાણી પીધા કરે છે. ચાવી, યાંત્રિક રચના કે વીજળીના પાવર વિના માત્ર રસાયણિક પ્રક્રિયાથી કામ કરતું આ રમકડુ અજાયબી જેવું લાગે છે.

જાણો કેવી રીતે કામ કરે છે ડિપ્પી બર્ડ
આ રમકડાની શોધ 1910માં ચીનમાં કરવામાં આવી હતી. તે કેવી રીતે કામ કરે છે તે જાણો છો? ડિપ્પી બર્ડના મુખ્ય બે ભાગ છે. એક છે તેનું ગોળાકાર પેટ અને બીજો ભાગ તેની લાંબી નળી જેવી ડોક. પેટના ગોળાકાર ભાગમાં લાલ રંગનું પ્રવાહી હોય છે. તે મિથાઇલ ક્લોરાઇડ નામનું રસાયણ છે. આ પ્રવાહી 40 ડિગ્રી ગરમીમાં વરાળ બને છે. બર્ડના માથામાં પાણી છાંટતાં તેમાં રહેલી વરાળ પ્રવાહી બને છે અને માથાનું વજન વધે છે એટલે તે નીચું નમીને ગ્લાસમાં બોળાય છે. આ જ વખતે માથામાં બનેલું પ્રવાહી ફરીથી પેટમાં પહોંચી જાય છે.

ડોકની રચના વક્રાકાર છે. એટલે પ્રવાહી પેટ તરફ રેલાય છે અને પેટનો બલ્બ ભારે થઇ ડોક ફરી ઊંચકાય છે. બર્ડના માથામાં વરાળ અને પ્રવાહી બનવાની પ્રક્રિયા સતત ચાલ્યા કરે છે અને ડોક નમાવીને પાણી પીધા કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

39 + = 46

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud