દક્ષિણ આફ્રિકાએ મોહનદાસને મહાત્મા બનાવી દીધા : PM મોદી

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1468050816_Pm-modi-in-johannesburg– વડાપ્રધાનએ જોહાનિસબર્ગના ટિકેટપ્રો ડોમમાં ઇન્ડિયન કૉમ્યુનિટીને સંબોધિત કરી

– મોદીએ કહ્યુ દક્ષિણ આફ્રિકા મહાન અને પવિત્ર ધરતી છે, સત્યાગ્રહની જન્મભૂમિ છે

જોહાનિસબર્ગ, તા. 9 જુલાઇ 2016

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની ચાર આફ્રિકન દેશોની યાત્રા અંતર્ગત આજે જોહાનિસબર્ગ પહોંચ્યાં જ્યાં તેમણે ટિકેટપ્રો ડોમમાં ઇન્ડિયન કોમ્યુનિટીને સંબોધિત કર્યાં હતા. ઉલ્લેખનીય છે કે સાઉથ આફ્રિકામાં ભારતીય મૂળના લગભગ 12 લાખ લોકો વસવાટ કરી રહ્યા છે. ભારતાના સમયાનુસાર મોડી રાત્રે 11 કલાકે પોતાનું સંબોધન શરૂ કરતા મોદીએ લોકોનું સ્વાગત કર્યુ અને ગુજરાતીમાં કેમ છો બોલીને લોકોના હાલચાલ પૂછ્યા હતા.

મોહનદાસને બનાવ્યા મહાત્મા
મોદીએ ઇન્ડિયન કોમ્યુનિટીને સંબોધતા કહ્યું કે,’દક્ષિણ આફ્રિકા પવિત્ર ધરતી છે. તમે ભારતીય વિરાસતની સંતાન છો. દક્ષિણ આફ્રિકાએ મોહનદાસને મહાત્મા બનાવ્યા છે. મૂલ્યો માટે તકલીફો વેઠતા લોકો પર મને ગર્વ છે. 16 વર્ષની વલિયમ્માને કોણ ભૂલી શકે છે? પ્રવાસી ભારતીયોએ પોતાના પૂર્વજોની મહેનતથી ઘણુ બધુ શીખ્યુ છે.’ મોદીએ કહ્યુ,’આ સત્યાગ્રહની જન્મભૂમિ છે. વસુધૈવ કુટુમ્બકમની ભાવના સાથે આપણે જોડાયેલા છે. હોળી, પોંગલ દક્ષિણ આફ્રિકાની સંસ્કૃતિને દર્શાવે છે.’

હિન્દી, તામિલ, ગુજરાતી, દક્ષિણ આફ્રિકાના સામાજને મજબૂત કરી રહી છે. આપણા પૂર્વજો દુખ અને ગરીબી સહન કરીને આગળ વધ્યા છે. દક્ષિણ આફ્રિકાને ગળે લગાવનાર ભારત પહેલો દેશ હતો. 10 જુલાઇઅ 1991એ દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ પરથી પ્રતિબંધ હટાવવામાં આવ્યો હતો. તમારા ઘણા બધા સૂચનો મળ્યા હતા. હું મારા વિચારો પર તમારી પાસે સૂચનો માંગવા આવ્યો છુ. મને પોતાના લોકો વચ્ચે આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયુ છે.

આ પહેલા શુક્રવારે તેમણે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ જૈકબ જુમા સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ પ્રેસને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યુ કે દક્ષિણ આફ્રિકા અને ભારત વંશીય અધીનતા અને કોલોનિયલ રાજના વિરુદ્ધમાં એક સાથે ઉભા છે.

વડાપ્રધાન મોદીએ કહ્યુ કે દક્ષિણ આફ્રિકામાં તેમનો અને તેમના પ્રતિનિધિમંડળ માટે ઘર જેવો અનુભવ રહ્યો છે. જૈકબ જુમાની સાથે પ્રેસ કૉન્ફરન્સમાં પીએમ મોદીએ દક્ષિણ આફ્રિકાને એક મહાન ધરતી જણાવી અને પોતાની યાત્રાને બે મહાન નેતા મહાત્મા ગાંધી અને નેલ્સન મંડેલાને શ્રદ્ધાંજલિ આપવાની એક તક મળી હોવાનું જણાવ્યુ હતુ

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 1 = 2

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud