પાકિસ્તાનમાં લશ્કરી શાસનના એંધાણ : નવાઝ શરીફની સત્તા ડગુમગુ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1468350276_pakistan– સેનાના વડા રાહિલ શરીફને સત્તા સોંપવાના

– ‘મૂવ ઓન પાકિસ્તાન’ નામની પાર્ટીએ ૧૩ શહેરોમાં પોસ્ટરો લગાડયા

ઇસ્લામાબાદ, તા. ૧૨
પાકિસ્તાનમાં લોકશાહી સરકાર સત્તા પર આવ્યાના થોડાક જ વર્ષો થયા છે ત્યારે ત્યાં ફરીથી સેનાના શાસનની માગ ઉઠી છે. પાકિસ્તાનના અનેક શહેરોમાં સેના પ્રમુખ રાહિલ શરીફને સત્તા સોંપવાની માગ કરતા પોસ્ટરો લગાડવામાં આવ્યા છે.
પાકિસ્તાનની રાજકીય પાર્ટી ‘મૂવ ઓન પાકિસ્તાન’એ દેશના ૧૩ શહેરોમાં આવા પોસ્ટર્સ લગાવ્યા છે. પોસ્ટર્સમાં રાહિલ શરીફને ટેકનોક્રેટની સરકાર બનાવી તેનું નેતૃત્ત્વ કરવાની માગ કરવામાં આવી છે.
પાકિસ્તાનના એક અખબારના જણાવ્યા મુજબ આ પાર્ટીએ અગાઉ પણ એક અભિયાન ચલાવ્યું હતું. જેમાં રાહિલ શરીફને પોતાની નિવૃત્તિ અંગે ફરી એક વખત વિચાર કરવાનું કહેવામાં આવ્યું હતું. રાહીલ શરીફનું કાર્યકાળ આ વર્ષે નવેમ્બરમાં પૂર્ણ થઇ રહ્યું છે.
મૂવ ઓન પાકિસ્તાન પાર્ટીના પ્રમુખ અલી હાશમીએ જણાવ્યું છે કે તે ઇચ્છે છે કે દેશમાં સેનાનું શાસન હોય અને સેનાના વડા એવી સરકાર બનાવે જેમાં ટેકનોક્રેટસને સામેલ કરવામાં આવે. જો કે પાકિસ્તાનની સેનાએ અત્યાર સુધીમાં આ અંગે કોઇ પ્રતિક્રિયા વ્યક્ત કરી નથી.
આ પોસ્ટર્સ પાકિસ્તાનના લાહોર, કરાચી, પેશાવર, ક્વેટા, રાવલપિંડી, ફૈસલાબાદ, સરગોઢા અને હૈદરાબાદ સહિત ૧૩ શહેરોમાં લગાવવામાં આવ્યા છે. કરાચીમાં લાગેલા એક બેનરમાં લખવામાં આવ્યું છે કે ‘જાને કી બાતે હુઇ પુરાની, ખુદા કે લિએ હવે આવી જાઓ’.
મૂવ ઓન પાકિસ્તાન પાર્ટી ત્રણ વર્ષ પહેલા જ રજિસ્ટર્ડ થયેલી છે. આ વર્ષે ફેબુ્રઆરીમાં આ પાર્ટીએ રાહિલ શરીફને નિવૃત્ત ન કરવાની માગ કરતા પોસ્ટરો લગાવ્યા હતાં. જેના પગલે આ પાર્ટી ચર્ચામાં આવી હતી.
હાશમીએ વધુમાં જણાવ્યું છે કે છેલ્લા ૪૦ દિવસથી વડાપ્રધાન નવાઝ શરીફ દેશમાં ન હતાં તો પણ દેશનું શાસન સારી રીતે ચાલ્યું હતું. જેના પરથી સાબિત થાય છે કે પાકિસ્તાનને રાજકીય પાર્ટીની સરકારની જરૃર નથી  અને દેશમાં સેનાનું શાસન લગાવી દેવું જોઇએ.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 5 = 4

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud