Get Saurashtra Bhoomi Daily Newspaper on WhatsApp !!!

Breaking News

સુપ્રીમની મોદી સરકારને વધુ એક લપડાક, અરૂણાચલમાં કૉંગ્રેસની સરકાર યથાવત રાખવાનો આદેશ

By  | 

News2_20160713112140080બુધવારે સુપ્રીમ કોર્ટે શકવર્તી ચુકાદો આપ્યો છે. જેમાં અરૂણાચલ પ્રદેશમાં કોંગ્રેસની નબામ તૂકી સરકારને બહાલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. પાંચ જજોની બંધારણીય બેન્ચ આ મુદ્દે સર્વાનુમત્ત ન હતી અને  બહુમત સાથે આ ચુકાદો આપવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટની બંધારણીય જ્જોની બેન્ચે તા. 15મી ડિસેમ્બરની સ્થિતિને બહાલ કરવા આદેશ આપ્યો છે. જે મુજબ કોંગ્રેસના નબામ તૂકી મુખ્યપ્રધાન બનશે. સુપ્રીમ કોર્ટે તા. 9મી ડિસેમ્બરના રાજ્યાલ દ્વારા બહાર પાડવામાં આવેલા તમામ જાહેરનામાને રદ કર્યા હતા. મધ્યપ્રદેશમાંથી કોંગ્રેસના રાજ્યસભા સાંસદ વિવેક તન્ખા સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસ વતી હાજર રહ્યા હતા. કોંગ્રેસ, જેડીયુ, ડાબેરી પક્ષો, તૃણમુલ કોંગ્રેસ દ્વારા આગામી લોકસભા સત્રમાં આ મુદ્દો ઉઠાવવામાં આવે તેવી શક્યતા છે.

થોડા સમય અગાઉ ઉત્તરાખંડમાં પણ કોંગ્રેસના બળવાખોરોએ હરીશ રાવતને ઉથલાવવા પ્રયાસ કર્યો હતો. ભાજપે ટેકો આપીને આ બળવાખોરોને સત્તા પર લાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ કોર્ટના ચુકાદાને કારણે તેમાં નિષ્ફળતા મળી હતી.
બાદમાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય બહુગુણા સહિત કોંગ્રેસના નવ બળવાખોર ધારાસભ્યો ભાજપમાં સામેલ થયા હતા.

નિર્ણય પર પ્રતિક્રિયા આપતા નાબામ તુકીએ કહ્યું કે આ એક ઐતિહાસિક નિર્ણય છે. કેન્દ્ર સરકાર અને ભાજપા નેતાઓએ સમજી લેવું જોઈએ કે પસંદ કરાયેલ સરકારોને અસંવૈધાનિક રીતે એક-એક કરીને તોડવાની કોશિષ કરવું યોગ્ય નથી. હું રાજ્યમાં ફરીથી જઇને ધારાસભ્યો અને પાર્ટીના કાર્યકર્તાઓ સાથે વાત કરીશ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

70 − = 62

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud