ઉત્તર પ્રદેશમાં સેલ્ફી લેવાના ચક્કરમાં 12 વિદ્યાર્થીઓ તણાંયા

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

imgres– 10 વિદ્યાર્થીઓને બચાવ્યા, 2 ના મોત

– પ્રવાસે ગયેલા વિદ્યાર્થીઓને સેલ્ફી લેવી ભારે પડી

રામપુર, તા 14 જુલાઈ 2016

ઉત્તરપ્રદેશના રામપુર વિસ્તારમાં પ્રવાસે ગયેલા કેટલાક વિદ્યાર્થીઓને સેલ્ફી લેવાનું ભારે પડ્યું. સેલ્ફી લેતા સમયે 12 વિદ્યાર્થી કોસી નદીમાં ડૂબી ગયા. તેમાંથી 10 વિદ્યાર્થીઓને બચાવી લેવામાં આવ્યા છે, અને 2 ના મોત થયા છે.

શું છે સમગ્ર ઘટના
ઘટના બુધવાર સાંજની છે. રામપુર સ્થિત લાલપુર કોસી ડેમમાં વિદ્યાર્થીઓનું ગ્રુપ પ્રવાસે ગયા હતા. પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓ મિત્રો સાથે પાણીમાં સેલ્ફી લેવા લાગ્યાં. દરમિયાન સેલ્ફી લેવાના ચક્કરમાં અંદાજે 12 જેટલા વિદ્યાર્થીઓ ઉંડા પાણીમાં ડુબવા લાગ્યાં હતા. વિદ્યાર્થીઓની ચીસ સાંભળીને તરવૈયા કોસી ડેમમાં કૂદી પડ્યા અને 10 વિદ્યાર્થીઓને ડૂબવાથી બચાવી લીધા. પરંતુ વધુ ઉંડાઈમાં જતા રહેવાને કારણે 2 વિદ્યાર્થીના મોત થઈ ગયા હતા.

ઘટનાના કલાકો પછી તરવૈયાઓએ ભારે શોધખોળથી વિદ્યાર્થીઓના મૃતદેહો પ્રાપ્ત કર્યા હતા. મૃતક વિદ્યાર્થીઓની ઓળખ સૈફ અલી ખાન અને ફૈઝીના રૂપમાં થઈ છે. બન્ને વિદ્યાર્થી 10માં ધોરણમાં ભણતા હતા.

શું કહેવુ છે પોલીસનું
અજીમનગર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી કુશલવીર સિંહે જણાવ્યું કે, ‘તમામ વિદ્યાર્થીઓ પ્રવાસમાં લાલપુર કોસી ડેમ ગયા હતા. સેલ્ફી લેવાના ચક્કરમાં આ ઘટના ઘટી હતી. ઘટનામાં સુરક્ષીત વિદ્યાર્થીઓનું નિવેદનો લેવામાં આવ્યા છે. મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓના પરિવારના લોકોએ પોસ્ટમોર્ટમ કરવાની ના પાડી હતી, તેથી વિદ્યાર્થીઓના મૃતદેહ તેમને સોંપી દીધા છે.’

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 1 = 4

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud