પાકિસ્તાન માનવ અધિકારોનું નાટક બંધ કરી દે: ભારત

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

– આતંકવાદીઓને રક્ષણ અને આશ્રય આપી

માનવ અધિકારોનું નાટક કરે છે

– UNમાં પાકિસ્તાને ફરી એકવાર કાશ્મીરનો રાગ છેડ્યો

– માનવ અધિકારોના કિસ્સામાં પાકિસ્તાનનો રેકોર્ડ ખરાબ

ન્યુયોર્ક, તા. 14 જુલાઈ 2016

યુનાઇટેડ નેશન્સમાં માનવ અધિકાર પર ચાલી રહેલી ડિબેટ દરમિયાન ભારતે પાકિસ્તાનને તતડાવી નાંખ્યા. UNમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરૂદ્દીને કહ્યું કે આજથી પહેલા પણ આ મંચનો દૂરઉપયોગ થયો છે અને આ હંમેશા પાકિસ્તાને કર્યો છે.

પાકિસ્તાને માનવાધિકારો પર થઇ રહેલી ચર્ચા દરમિયાન કાશ્મીરનો મુદ્દો ઉઠાયો. તેના પર જવાબ આપતા ભારતે કહ્યું કે,’પાકિસ્તાન એવો દેશ જ્યાં આતંકવાદની નીતિને પાળવામાં આવી રહ્યું છે. આતંકવાદીઓને રક્ષણ અને આશ્રય આપવામાં આવી રહ્યો છે. તેમાં તે પણ સામલ છે જેને ખુદ સંયુક્ત્ત રાષ્ટ્રએ આતંકવાદી જાહેર કર્યાં છે.’ ભારત તરફથી સૈયદ અકબરૂદ્દીને કહ્યું કે પાકિસ્તાન માનવાધિકારોનું સમર્થન કરવાનું નાટક પણ કરે છે.

માનવ અધિકારોના કિસ્સામાં પાકિસ્તાનનો રેકોર્ડ ખરાબ
અકબરૂદ્દને કહ્યું કે પાકિસ્તાન તે દેશ છે જ્યાં માનવ અધિકારોના કિસ્સામાં હંમેશાથી ટ્રેક રેકોર્ડ ખરાબ રહ્યો છે. આ કારણ છે કે તે સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકાર પરિષદની સભ્યતા હાંસલ કરી શક્યું નથી. પાકિસ્તાને આજે કે આ પહેલા કાશ્મીરને લઇને જે મુદ્દો ઉઠાવ્યો છે તેના પર આ ફોરમ કે સંયુક્ત રાષ્ટ્રમાં ક્યાં પણ ચર્ચાનો કોઇ અર્થ નથી.

ભારત લોકતંત્ર પ્રત્યે પ્રતિબદ્ધ
અકબરૂદ્દીને કહ્યું કે ભારત સંપૂર્ણ રીતે સહિષ્ણુ દેશ છે, ભારત કાયદો, લોકતંત્ર અને માનવાધિકારો માટે પ્રતિબદ્ધ છે. માનવાધિકારોની રક્ષા કરવી અમારા સિદ્ધાંતોમાં રહ્યું છે અને અમે તેના માટે સંપૂર્ણ સહયોગ કરીશું.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

+ 11 = 17

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud