ગોલમાલ ૪ આવતા વર્ષની દિવાળી પર રજૂ થશે

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

url-અજય દેવગણ અને રોહિત શેટ્ટીએ જાહેર કર્યું

-હાલ અજય સન ઑફ સરદારની સિક્વલ નહીં બનાવે

મુંબઇ તા.૧૪

ટોચના બે સર્જકો અજય દેવગણ અને રોહિત શેટ્ટીએ ફરી એકવાર હાથ મિલાવીને ગોલમાલ ફોર રજૂ કરવાની જાહેરાત કરતાં કહ્યું હતું કે આ ફિલ્મ અમે આવતા વર્ષની દિવાળી પર રજૂ કરવા ધારીએ છીએ.

જબરદસ્ત કોમેડી એવી ગોલમાલની દશાબ્દી નિમિત્તે યોજાએલી પાર્ટીમાં આ જાહેરાત કરવામાં આવી હતી. અગાઉ અજયે આવતા વર્ષની દિવાળી પર પોતાની સન ઑફ સરદાર ફિલ્મની સિક્વલ રજૂ કરવાની જાહેરાત કરેલી. પરંતુ લેટેસ્ટ જાહેરાત મુજબ સન ઑફ સરદાર નહીં પણ ગોલમાલ ફોર રજૂ થશે.

આ સાથે અજય અને રોહિતની આ છટ્વી ફિલ્મ હશે.  અગાઉ આ બંનેએ જમીન (૨૦૦૩), ગોલમાલ (૨૦૦૬), ગોલમાલ રિટર્ન્સ (૨૦૦૮), સિંઘમ (૨૦૧૧), ગોલમાલ થ્રી (૨૦૧૦) અને સિંઘમ રિટર્ન્સ (૨૦૧૪) ફિલ્મો કરી હતી. હવે ગોલમાલ ફોર કરશે.

હાલ અજય પોતાની બે ફિલ્મોની રિલિઝની તૈયારી કરી રહ્યો છે- બાદશાહો જે આવતા વરસે રજૂ થશે અને શિવાય. અગાઉ બાદશાહો આવતા વર્ષના પ્રજાસત્તાક દિને રજૂ કરવાની વાત હતી પરંતુ તે દિવસે શાહરુખ ખાનની રઇસ રજૂ થવાની જાહેરાત થતાં અજયે પોતાની રિલિઝ ડેટ પોસ્ટપોન કરી હતી.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

+ 21 = 29

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud