– આતંકવાદી મોહમ્મદ લાહૌએલ-બુલેલની પૂર્વ પત્નીની હાલ પૂછપરછ ચાલી રહી છે
નીસ, તા. 16 જુલાઈ 2016
ફ્રાન્સના નીસમાં કત્લેઆમ મચાવનાર આતંકવાદીનો ચહેરો ફ્રાન્સ સરકારે જાહેર કરી દીધો છે. ફ્રાંસની કેટલીક ન્યૂઝ ચેનલો એ આતંકવાદીનો ISISની સાથે કનેક્શન હોવાનો દાવો કર્યો છે. આ ઘટનામાં 84 લોકોના મોત થયા છે. ફ્રાન્સ સરકારે 3 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરી દીધો છે.
આ હુમલાના આતંકવાદીની ઓળખ 31 વર્ષના ફ્રાન્સીસ-ટ્યીનીશિયન મોહમ્મદ લાહૌએલ-બુલેલના નામથી થઈ છે. પોલીસે લગભગ તેના 10 થી 12 પાડોશીઓની પૂછપરછ કરી. ટ્રકમાંથી તેના નામના ઓળખ પત્રો મળી આવ્યા છે. નીસના જે વિસ્તારમાં આ વ્યક્તિ રહેતો હતો ત્યાના લોકોએ જણાવ્યુ કે તે કોઈની સાથે વધુ વાત કરતો ન હતો. ફોરેન્સિક નિષ્ણાંતોએ તેના ફ્લેટની તપાસ કરી.
નીસ એરપોર્ટ પર સ્થિતિ સામાન્ય
આ ઘટનામાં હાલ હાલત ધીરે-ધીતે સામાન્ય બનવા લાગી છે. નીસ એરપોર્ટ પર આતંકી હુમલા પછી લગાવામાં આવેલુ એલર્ટ હટાવી લેવામાં આવ્યુ છે. તેમા પ્રવાસીઓને એરપોર્ટમાં જવાની પરવાનગી આપવામાં આવી છે. હુમલામાં 2 અમેરિકી, અને 1 યૂક્રેની નુ મોત થયા છે. ઘાયલ થયેલા અન્ય 50 લોકો હાલમાં સારવાર હેઠળ છે. એક સાક્ષીએ ણાવ્યુકે, ટ્રકને રોકવા માટે એક બાઈક સવાર તેની સાથે ચલાવા લાગ્યો અને તે ટ્રકનો દરવાજો ખોલવાનો પ્રયત્ન કરતો હતો, પરંતુ તે બાઈક પર થી પડી ગયો અને ટ્રક નીચે કચડાઈ ગયો.
ફોરેન્સિક નિષ્ણાંતો તથા પોલીસ સવારે 9-30 તેના ફ્લેટમાં તપાસ માટે ગયા અને અમુક બેગ લઈને બહાર આવ્યા હતા. તેમની મદદમાં તેમની સાથે સશસ્ત્ર પોલીસ ફોર્સ પણ હતી. તેમજ પોતાના મોબાઈલમાં વિડિયો ઉતારનાર રિચાર્ડ ગુટજારે કહ્યુ, ‘હું પ્રોમેનેડ ડેસ એંગલેસના જમણા ભાગમાં ઉભો હતો. હું જોઈ રહ્યો હતો કે લોકો ત્યા ખુશી મનાવી રહ્યા હતા ને તેની વચ્ચે અચાનકથી એક ટ્રક આવીને ભીડને કચડી નાંખી’
આ હુમલા બાદ પોલીસે આતંકવાદીની પૂર્વ પત્નીને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધી છે. તપાસ અધિકારીઓ તે જાણવા માંગે છે કે, આ હુમલો કરવા પાછળ 31 વર્ષીય મોહમ્મદ લાહોએલ-બુલેલનો હેતુ શું હતો. તેમાં ફ્રાન્સના વરિષ્ઠ ફરિયાદીએ કહ્યુ કે, આ શકમંદના વિશે ગુપ્ત માહિતી એજન્સીઓને પહેલાથી કોઈપણ પ્રકારની જાણ ન હતી.
ફ્રાન્સમાં બનેલી આ ઘટના બાદ બ્રાઝીલના વચગાળના રાષ્ટ્રપતિએ બેઠક બોલાવીને મંત્રીઓને કહ્યુ કે, આવતા મહિને યોજાનાર ઓલંપિક રમતની સુરક્ષા વધુ કડક કરવામાં આવે. રક્ષામંત્રી રાઉલ જુંગમેન એ જણાવ્યુ, ‘અમને લાગે છે કે, દેખરેખની સુરક્ષા પ્રણાલીને વધુ મજબૂત કરવી પડશે. આપણે ચેક પોસ્ટના પોઈન્ટમાં વધારો કરવાની જરૂર છે.’