કન્હૈયા કુમાર પાસે રાષ્ટ્રદ્રોહનો અર્થ સમજવા માટે જશે હાર્દિક પટેલ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

imgres– જેલમાંથી બહાર આવ્યા બાદ હાર્દિક પટેલ કન્હૈયા કુમારની મુલાકાત કરશે

– નવ મહિના જેલમાં રહ્યા બાદ પણ હાર્દિક અનામત માટે પોતાનો સંઘર્ષ ચાલુ રાખશે

અમદાવાદ, તા. 16 જુલાઇ 2016

ગુજરાતમાં પાટીદારોને અનામત અપાવવા માટે આંદોલન કરનાર પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) ના નેતા હાર્દિક પટેલ ટુંક સમયમાં દિલ્હી જઇને જેએનયુમાં કન્હૈયા કુમારની મુલાકાત કરશે. નવ મહિના પછી ગઇકાલે જેલમાંથી બહાર આવ્યા બાદ હાર્દિક પટેલે દાવો કર્યો છે કે કન્હૈયા કુમાર પર દેશદ્રોહનો ખોટો આરોપ લગાવવામાં આવ્યો છે.

હાર્દિક પટેલે કહ્યુ કે અનામત માટે કરવામાં આવેલુ આંદોલન રાષ્ટ્રદ્રોહ કેવી રીતે બની શકે છે. તેઓ ટૂંક સમયમાં જ કન્હૈયા કુમારની મુલાકાત કરીને રાષ્ટ્રદ્રોહનો અર્થ સમજવાનો પ્રયાસ કરશે. જેલમાંથી બહાર આવ્યા બાદ બટુકભાઇના ફાર્મમાં એક પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરતા આ વાત કહી છે.

પટેલે કહ્યુ કે તેઓ જાણવા માંગે છે કે કન્હૈયા પર દેશદ્રોહનો આરોપ કેવી રીતે લગાવવામાં આવ્યો છે, જ્યારે ઇસ્લામિક પ્રચારક ઝાકીર નાઈક પર કોઇ આરોપ લગાવવામાં આવ્યો નથી. હાર્દિકથી જ્યારે પૂછવામાં આવ્યુ કે, ભાજપ અધ્યક્ષ અમિત શાહની મુલાકાત બાદ તેમને જેલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે ત્યારે તેમણે કહ્યુ કે જો આ વાત સાચી છે તો એનો અર્થ એ છે કે ન્યાય વ્યવસ્થા રાજનેતાઓ અનુસાર ચાલે છે.

હાર્દિકે પટેલે કહ્યુ કે, ‘મને અદાલતે જમાનત આપી છે. ન્યાયાલય સૌથી ઉપર છે અને મને ન્યાય વ્યવસ્થા પર પૂરો વિશ્વાસ છે અને આ સત્યનો વિજય છે.’ હાર્દિકે જણાવ્યુ કે તેમણે જેલમાં ગુજરાતના નવ નિર્માણ માટે દસ યોજના બનાવી છે. તેમણે શ્રવણોના આર્થિક આધાર પર અનામત આપવા માટે કહ્યુ છે કે તેમને જ્યા સુધી ઓબીસી કોટામાં અનામત નહીં મળે ત્યાં સુધી સંઘર્ષ ચાલતો રહેશે. તેમનું કહેવુ છે કે તેઓ માત્ર પટેલ સમુદાય માટે કામ કરી રહ્યા છે. તેમનો હેતુ ભાજપને હરાવવાનો અથવા તો કૉંગ્રેસને જીત અપાવવાનો નથી. જ્યારે તેમને પૂછવામાં આવ્યુ કે કોઇએ તેમને આંદોલન સમાપ્ત કરવા માટે 1200 કરોડ રૂપિયા આપવનું વચન આપ્યુ હતુ ત્યારે તેમણે કહ્યુ કે તે વ્યક્તિ અત્યારે ગુજરાતમાં નથી અને સરકાર બનાવવાના કામમાં વ્યસ્ત છે. સમય આવવા પર નામ પણ જણાવવામાં આવશે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 2 = 1

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud