શું તમે જાણો છો વર્તમાન લોકસભામાં રાહુલ ગાંધીએ કેટલા સવાલ પૂછ્યા છે?

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1468824846_Rahul-Gandhi-and-Sonia-Gand– વર્તમાન લોકસભામાં સૌથી વધારે સવાલો કોણે પૂછ્યા જાણો…

નવી દિલ્હી, તા. 18 જુલાઈ 2016

આજથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થવા જઇ રહ્યું છે પરંતુ સંસદની કાર્યવાહી શરૂ થતા પહેલા જ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ ફરી એકવાર હેડલાઇન બની ગયા છે. રાહુલની હેડલાઈનમાં આવાનું કારણ છે તેમનું ‘મૌન’. એક ન્યુઝ પોર્ટલ અનુસાર સોળમી એટલે કે વર્તમાન લોકસભામાં રાહુલ ગાંધી તથા તેમની માતા સોનિયા ગાંધીએ એક પણ સવાલ પૂછ્યો નથી. સૌથી વધારે સવાલ (568) શરદ પવારની પુત્રી અને એનસીપીની સાંસદ સુપ્રિયા સુલેએ પૂછ્યા છે.

રાહુલ ગાંધી 2004થી લોકસભાના સભ્ય છે. રાહુલ જ્યારે પહેલીવાર લોકસભા સભ્ય બન્યા હતા તો તેમણે તે દરમિયાન કેટલાક સવાલ પૂછ્યા હતા પરંતુ  2009 બાદ તેમણે પ્રશ્નકાળમાં સવાલો પૂછવાના લગભગ-લગભગ બંધ કરી દીધા. વર્તમાન લોકસભામાં બે વર્ષ જેટલો સમય પસાર થઇ ગયો પરંતુ હજુ સુધી એક પણ સવાલ પૂછ્યો નથી.

કોંગ્રેસે રાહુલ ગાંધીના સવાલ નહી પૂછવાનો બચાવ કર્યો અને તર્ક આપ્યો કે સીનિયર નેતાઓની પાસે સવાલ પૂછવાના કેટલાય માધ્યમ હોય છે અને આ કંઇ મોટી વાત નથી. કોંગ્રેસ નેતા અખિલેશ પ્રતાપ સિંહે કહ્યું કે રાહુલ ગાંધીએ સંસદની અનેક ડિબેટમાં ભાગ લીધો છે. સંસદમાં સવાલ પૂછવાના કોઇ નિયમો છે અને રાહુલ તે માધ્યમો થકી સવાલો પૂછે છે.

જોકે, બીજેપીના નેતા આ મુદ્દા પર રાહુલને ઘેરવાના પ્રયત્નમાં છે. બીજેપી નેતા નિતિન કોહલીનું કહેવું છે કે તેનાથી સ્પષ્ટ થાય છે કે રાહુલ ગાંધી સંસદની કાર્યવાહી અને જનતાના મુદ્દોને કેટલી ગંભીરતાથી લે છે.

ઉલ્લેખનીય છે કે સૌથી વધારે સવાલ કરનારા સાંસદોની યાદીમાં સુપ્રિયા સુલે બાદ AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસી બીજા નંબરે છે. તેમણે વર્તમાન લોકસભામાં 418 સવાલ પૂછ્યા જ્યારે ગાંધી-નહેરૂ પરિવારના સભ્ય અને બેજેપી સાંસદ વરૂણ ગાંધીએ 254 સવાલ પૂછ્યા છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

56 + = 61

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud