ઇસ્લામિક સ્ટેટમાં સામેલ કરવા માટે લવ જેહાદનો સહારો

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1468827006_kerala-mariyam-had-converte– કેરળમાં લાપતા 21 યુવાનો પર ઝાકિર નાઇકના ભાષણની અસર

– ખ્રિસ્તી યુવતીને બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન કરાવી જેહાદના માર્ગે ધકેલી

નવી દિલ્હી, તા. 18 જુલાઇ 2016

આઇએસમાં સામેલ થયેલા કેરળના 21 લોકોની અલગ અલગ સ્ટોરીઓ સામે આવી રહી છે. પહેલા નિમિશાની ફાતિમા બનવાની સ્ટોરી અને હવે વધુ એક મહિલા મરિયમ વિશે ખુલાસો કરવામાં આવ્યો છે કે તેને પણ પહેલા મુસ્લિમ બનાવવામાં આવી હતી અને ત્યારબાદ આઇએસમાં ભર્તી કરવામાં આવી હતી. જાણકારી અનુસાર કેરળના કૉંગ્રેસ ધારાસભ્યનો દાવો છે કે મરિયમ પર ઝાકિર નાઇકના પ્રવચનોની અસર હતી.

મરિયમ પોતાના પતિ સાથે લાપતા થઇ હતી
કેરળના જે 21 લોકો આઇએસના માર્ગે ચાલ્યા ગયા છે તેમાં એક મહિલા છે મરિયમ ઉર્ફ મેરિન. મરિયમ પોતાના પતિની સાથે લાપતા થઇ હતી. ત્યારબાદ જાણકારી મળી છે કે તે પણ આઇએસમાં સામેલ થઇ ગઇ છે. મરિયમ વિશે ત્રણ મોટા ખુલાસા સામે આવ્યા છે. જેમાં એક તો મરિયમ ઝાકિર નાઇકના કટ્ટર ધાર્મિક વિચારોથી પ્રભાવિત હતી. બીજો ખુલાસો છે કે મરિયમ લવ જેહાદની શિકાર બની હતી.

ખ્રિસ્તી છોકરા સાથે પ્રેમ થયા બાદ લગ્ન કર્યા હતા
પહેલા જે ખ્રિસ્તી છોકરા સાથે લગ્ન કર્યા હતા અને તેણે જ એક મુસ્લિમ બિઝનેસમેન સાથે મળીને મરિયમને ઇસ્લામ અપનાવવા માટે મજબૂર કરી હતી. તેનું મુંબઇમાં ધર્મપરિવર્તન કરાવવામાં આવ્યુ હતુ. કેરળના ધારાસભ્ય પીટી થૉમસનો દાવો છે કે મરિયમ ઇસ્લામના વિવાદિત પ્રચારક ઝાકિર નાઇકથી પ્રભાવિત હતી.

ઝાકિર નાઇકના ફાઉન્ડેશન પર કેરળના યુવાનોને ગેરમાર્ગે દોરવાનો આરોપ
થૉમસ આ પહેલા પણ ઝાકિર નાઇકના ફાઉન્ડેશન પર કેરળના યુવાનોને ગેરમાર્ગે દોર્યા હોવાનો આરોપ લગાવી ચૂક્યા છે. થૉમસે કહ્યુ,’ મરિયમ મારા ચુંટણી વિસ્તારની છે. મરિયમના પરિવાર દ્વારા જાણકારી મળી છે કે મરિયમે ધર્મ પરિવર્તનનો કઠોર નિર્ણય ઝાકિર નાઇકના ઇસ્લામિક રિચર્સ ફાઉન્ડેશનથી પ્રભાવિત થઇને લીધો છે.’

મરિયમને જબરદસ્તી આઇએસમાં સામેલ કરવાનો આરોપ
મરિયમના પરિવારે તેના પતિ યાહ્યા પર મરિયમને જબરદસ્તી આઇએસમાં સામેલ કર્યા હોવાનો આરોપ લગાવ્યો છે. પરિવારની ફરિયાદ પર કેરળ પોલીસે મરિયમના પતિ યાહ્યા વિરુદ્ધ ગેરકાયદેસર પ્રવૃતિઓના કાયદા હેઠળ કેસ દાખલ કર્યો છે. મુંબઇમાં રહેતા કુરૈશી નામના બિઝનેસમેન પર પણ કેસ નોંધવામાં આવ્યો છે. પરંતુ પોલીસે હજુ સુધી સ્પષ્ટપણે કહ્યુ નથી કે યાહ્યા અને કુરૈશી સાથે કોઇ આતંકવાદી લિન્ક છે કે નથી.

નોકરી માટે મુંબઇમાં રહેતા હતા
પરિવારનો આરોપ છે કે મરિયમને જબરદસ્તી ઇસ્લામ ધર્મ અપનાવવા પર મજબૂર કરવામાં આવી હતી. યાહ્યા પહેલા ખ્રિસ્તી હતો ત્યારબાદ તેણે મુસ્લિમ ધર્મ અપનાવ્યો હતો. જાણકારી અનુસાર યાહ્યા નોકરી માટે મુંબઇ રહેતો હતો અને મરિયમ તેની સાથે રહેતી હતી. મરિયમ કોચ્ચિના ખ્રિસ્તી પરિવારની છે. મુંબઇમાં યાહ્યા સાથે પ્રેમ થયા બાદ ઇસ્લામ ધર્મ અપનાવીને બંનેએ લગ્ન કરી લીધા હતા.

મરિયમની જે સ્ટોરી સામે આવી રહી છે તેવી જ સ્ટોરી નિમિશા ઉર્ફે ફાતિમાની પણ આવી ચૂકી છે જે આઇએસમાં સામેલ થતા 21 લોકોમાં સામેલ છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 2 = 1

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud