બોર્ડીંગની મનાઇ પર એરલાઇન્સ આપશે ર૦,૦૦૦ સુધીનું વળતર

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

A380_On_Ground૧લી ઓગષ્ટથી નવા નિયમોઃ જો એરલાઇન્સ બોર્ડીંગથી મનાઇ કરવાના એક કલાકની અંદર બીજી ફલાઇટમાં મુસાફરને સીટ આપે તો કોઇ વળતર નહી મળેઃ ર થી ર૪ કલાક સુધીના વિલંબની સ્થિતિમાં મુસાફરને ભોજન અને રીફ્રેશમેન્ટ આપવાની જવાબદારી એરલાઇન્સની રહેશેઃ ફલાઇટ કેન્સલ થવાના બે સપ્તાહ પહેલા મુસાફરને માહિતી આપવી પડશે

નવી દિલ્હી તા.૧૮ : બેઠકથી વધુ બુકીંગ કરવા અને પછી બોર્ડીંગની મનાઇ કરવા પર હવે એરલાઇન્સ દ્વારા રૂ.ર૦,૦૦૦ સુધીનું વળતર આપવામાં આવશે. પહેલા આ લીમીટી રૂ.૪૦૦૦ની હતી. જો કે ફલાઇટમાં વિલંબ માટે કોઇપણ પ્રકારનું વળતર આપવાની જોગવાઇ કરવામાં આવી નથી. ડીજીસીએ દ્વારા સીવીલ એવીએશન રીકવાયરમેન્ટ (સીએઆર)માં ફેરફારો કરવામાં આવ્યા છે જે ૧લી ઓગષ્ટથી લાગુ થશે.

   જો એરલાઇન્સ બોર્ડીંગથી મનાઇ કરી દયે પરંતુ એક કલાકની અંદર બીજી ફલાઇટમાં મુસાફરને સીટ ઉપલબ્ધ કરાવે તો તેને કોઇ વળતર નહી મળે. જરૂરી કારણો કે એરલાઇન્સની કેપેસીટીથી પર જઇને વિલંબની સ્થિતિમાં પણ કંપનીને છુટ આપવામાં આવી છે. જો કે ર થી ર૪ કલાક વિલંબની સ્થિતિમાં મુસાફરને ભોજન અને રિફ્રેશમેન્ટની જવાબદારી એરલાઇન્સની નક્કી કરવામાં આવી છે. આનાથી વધુ વિલંબ થાય તો મુસાફરને રહેવા માટેની વ્યવસ્થા પણ કરવી પડશે.

   જો નક્કી કરેલા સમયથી એક કલાક બાદ પરંતુ ર૪ કલાકની અંદર કોઇ ફલાઇટમાં એરલાઇન્સ સીટ ઉપલબ્ધ કરાવે તો બેઝીક ફેર અને ફયુલ સરચાર્જના ર૦૦ ટકા વળતર આપવુ પડશે. આ રકમ મહત્તમ ૧૦,૦૦૦ થશે. જો અલ્ટરનેટ (વિકલ્પે) ફલાઇટ ર૪ કલાક બાદ અવેલેબલ (ઉપલબ્ધ) કરાવવામાં આવે તો વળતર બેઝીકફેર અને ફયુલ સરચાર્જના ટોટલના ૪૦૦ ટકા એટલે કે મહત્તમ ર૦,૦૦૦ વળતર સાથે ટીકીટની પુરી કિંમત પુરી કરવી પડશે.

   ફલાઇટ કેન્સલ થવાના બે સપ્તાહ પહેલા મુસાફરને સુચના આપવી પડશે. સાથોસાથ મુસાફરની ઇચ્છા અનુસાર કાં તો રિફંડ દેવુ પડશે અથવા તો બીજી ફલાઇટમાં બુકીંગ આપવુ પડશે. જો એરલાઇન્સ બે સપ્તાહ પહેલા સુચના ન આપે પરંતુ ર૪ કલાક પહેલા સુચના આપે તો તેને ફલાઇટના સમયના બે કલાકની અંદર જનારી ફલાઇટમાં સીટ આપવી પડશે. જો મુસાફરને માહિતગાર કરવામાં ન આવે તો એક કલાક સુધીની ફલાઇટ માટે બેઝીકફેર અને ફયુલ સરચાર્જના સ્વરૂપમાં મહત્તમ પ૦૦૦ સુધીનું વળતર આપવુ પડશે. ૧ થી ર કલાક ફલાઇટ માટે મહત્તમ વળતર ૭પ૦૦ અને રથી વધુ કલાકની ફલાઇટ માટે ૧૦,૦૦૦ સુધી વળતર રહેશે. મુસાફરે ટીકીટ બુક કરાવતી વખતે કોન્ટેકટ ઇન્ફોર્મેશન (માહિતી) આપી નહી હોય તો એરલાઇન્સ કોઇ વળતર નહી આપે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 3 = 6

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud