હોજમાં ડૂબી રહેલા વાંદરાને બચાવવા 10 વાંદરાઓ મોતને ભેટયા

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

-દોસ્તી માત્ર માણસોમાં નહી પ્રાણીઓમાં પણ હોય છે

– ચંપાવત જિલ્લાના લોહાઘાટમાં છમનિયા રોડ પરની ઘટના

અમદાવાદ, તા. 19 જુલાઈ 2016

માણસોમાં દોસ્તીનું એટલું મહત્વ છે એક દોસ્તે બીજા દોસ્તને પોતાના પ્રાણ આપી દિધા હોવાના પણ કિસ્સા છે. દોસ્તીની વાત નિકળે ત્યારે શોલે ફિલ્મના જય અને વિરુનું ઉદાહરણ આપવામાં આવે છે.

જો કે માણસમાં નહી વાંદરા જેવા પ્રાણીઓમાં પણ દોસ્તીનો કિસ્સો ધ્યાનમાં આવ્યો છે. જેમાં હોજમાં ડુબી ગયેલા એક વાનરમિત્રને બચાવવા માટે 10 વાનરમિત્રોએ પોતાના પ્રાણ ન્યોછાવર કરી દિધા છે. ઉત્તરાખંડના ચંપાવત જિલ્લાના લોહાઘાટમાં છમનિયા રોડ પરના એક વર્કશોપમાં પાણીનો ઉંડો હોજ હતો.

આ હોજમાં પાણી પીવા ઉતરેલો એક વાનર લપસી પડતા ડૂબી જતા મુત્યુ પામ્યો હતો.આ જોઇને એક પછી એક ૧૦ વાંદરો ડૂબી રહેલા વાંદરાને બચાવવા માટે કુદી પડયા હતા.

જો કે હોજ ખૂબજ ઉંડો હોવાથી કેટલાય પ્રયત્નો છતાં વાંદરાઓ બહાર આવી શકયા ન હતા. સ્થાનિક લોકોને આ વાતની ખબર પડતા આ ઘટનાની વન વિભાગને જાણ કરી હતી. જો કે વન વિભાગના અધિકારીઓ આવે તે પહેલા દોસ્ત વાનરને બચાવવા હોજમાં કુદેલા 10 વાંદરાઓ મોતને ભેટી ચુકયા હતા. એક પછી એક એમ વાંદરાઓના મૃત શરીર પાણીમાંથી બહાર કાઢવામાં આવતા જોવા માટે લોકોના ટોળા એકઠા થયા હતા.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

13 − = 7

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud