જાપાનમાં મહિલાના નગ્ન શરીર પર ભોજન પિરસાય છે

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

300x250-rrrrtyttttttttttttઓર્ગેનાઇઝ ક્રાઇમ વર્લ્ડમાં જોવા મળે છે આ જંગલી પ્રથા

ન્યોતઇંમોરી નામની આ પ્રથા સમુરાઇ યોધ્ધાઓના કાળમાં પ્રચલિત થઇ હતી

 

જાપાનમાં નગ્ન છોકરીના શરીર પર ખોરાકને કલાત્મક રીતે પીરસીને આરોગવાની જુની પરંપરા જોવા મળતી હતી.આ વિચિત્ર  રીત આજે પણ જાપાનના ગુનાખોરી સાથે સંકળાયેલા ઓર્ગેનાઇઝ ક્રાઇમ વર્લ્ડમાં જોવા મળે છે.ટેકનોલોજીમાં એક કદમ આગળ ગણાતા જાપાનના ટોકિયોમાં પ્રથા વધુ જોવા મળતી હોવાનું માનવામાં આવે છે.જાપાનની ખાણી પીણીની અનેક આઇટમો વખણાય છે જેમાં સુશી અને સશિમી નામની ડિસો જોવા મળે છે.આ ડિસના વ્યંજન મહિલાના નગ્ન શરીર પર પરસવામાં આવે છે તેને ન્યોતઇમોરી કહે છે.
આથપ્રથા જાપાનમાં સમુરાઇ યોધ્ધાઓના કાળમાં પ્રચલિત થઇ હતી. આ અંગેની એક માહિતી મુજબ  કોઇ પણ લડાઇમાં વિજય મળે એ પછી ગીશા (જાપાનની નર્તકી)ના ઘરે આ જશ્ન મનાવવામાં આવ્યો હતો.ગરમ ખોરાક યુવતીના શરીર પર રાખવામાં આવે તે પહેલા તેને ઠંડા પાણીથી વારંવાર નવડાવવામાં આવે છે.આ કામૂક લાગતી પદ્ધતિ ખૂબજ અસુરક્ષિત હોવા છતાં ઓર્ગેનાઇઝ ક્રિમિનલોમાં જોવા મળે છે.ન્યોતઇમોરી માટે જે છોકરીની પસંદગી કરવામાં આવે છે તે આકર્ષક તથા સહનશકિત ધરાવતી હોય તે જરુરી છે.જયાં સુધી ભોજન પુરુ ના થાય ત્યાં સુધી નગ્ન સુઇ રહેવાની ક્ષમતા હોવી જોઇએ.

ભોજનના પાટલાની જેમ જયારે  શરીર પર મુકવામાં આવે છે. બધા ભોજન જમી ના લે ત્યાં સુધી છોકરીએ મડદાની જેમ ટેબલ પર સુઇ રહેવું પડે છે.કેટલાક મહેમાન ખરાબ લાગે તેવી કોમેન્ટ કે ચર્ચા કરે તો પણ ચૂપ જ રહેવું પડે છે.કયારેક તો એક કલાકથી માંડીને ૩ કલાક સુધી સુઇ રહેવું પડે છે. જાપાનની જેમ ચીનમાં પણ આ પ્રથા જોવા મળતી હતી પરંતુ મોરલ અને સ્વાસ્થ્યના કારણે તેના પર પ્રતિબંધ મુકયો છે.જાણકારોનું માનવું છે કે જાપાનમાં આ પ્રથા ચાલું છે પરંતુ તેનું સ્થાન શોધવું મુશ્કેલ છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

25 − 21 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud