ગજબ, આ રેસ્ટોરન્ટમાં વાનરો કરે છે વેટરનું કામ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1468920528_monkey– ઓર્ડર લખવાથી પીરસવાનું કામ પણ આ વાનરો જ કરે છે

અમદાવાદ, તા. 19 જુલાઈ 2016

વાનરોને માનવીઓના પૂર્વજ માનવામાં આવે છે અને દિમાગના મામલે પણ વાનરોને માણસોના સૌથી નજદીક માનવામાં આવે છે. જો આપને આ વાતનો પુરાવો જોવો હોય તો આપે જાપાનના એક રેસ્ટોરન્ટમાં જઈને જોઈ શકો છો. આ રેસ્ટોરન્ટે બે વાનરોને વેટર તરીકે રાખીને સર્વિસનું રૂપ જ બદલી દીધું છે.

જાપાનની રાજધાની ટોક્યો સ્થિત કાયાબુકીયા રેસ્ટોરન્ટએ યાટ ચાન અને ફુકુ ચાન નામના વાનરોને ટેબલ સર્વિસનું કામ આપી રાખ્યું છે. બંને વાનરો યુનિફોર્મ પહેરીને એક માણસની જેમ જ કામ કરે છે. 15 વર્ષનો યાટ ગ્રાહકની માંગ પ્રમાણે તેમનો ઓર્ડર પહોંચાડી દે છે. આ બંને વાનરો ન માત્ર મેનુ લાવીને આપે છે પરંતુ ઓર્ડર લે છે અને જામવાનું પણ પીરસે છે.

લોકો અહિયાં જમવાથી પણ વધુ આ વનર વેટરને જોવા આવે છે. રેસ્ટોરન્ટના માલિક એ જણાવ્યું કે તેમને આ વિચાર ત્યારે આવ્યો જયારે તેમનો પાલતુ વાનરે તેની નકલ કરવાની શરૂ કરી દીધી હતી. ત્યાર બાદ રેસ્ટોરન્ટના માલિકએ તેને પબ્લિસિટીના કામ પર રાખી દીધો. યેટ ચેન અને ફૂકુ ચેન 2008થી આ વેટરનું કામ કરી રહ્યા છે. જેવું કોઈ કસ્ટમર આવેકે બંને કામ પર લાગી જાય છે. એક કસ્ટમર માટે ખુરશી લઇ આવે છે તો બીજો હાથ લુછવા માટે ટોવેલ લઇ આવે છે. ત્યાર બાદ એક ઓર્ડર લખે છે અને બીજો ઓર્ડર સર્વ કરે છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

91 − 89 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud