શું નરેન્દ્ર મોદી પહેલા રામલીલામાં કામ કરતા હતા?

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

url– એક RTI અરજીમાં પીએમઓને પૂછવામાં આવ્યો સવાલ

– આ પહેલા PM માટે વપરાતા ગેસના બાટલા અને તેના બીલની પણ RTI થયેલી

નવી દિલ્હી, તા. 19 જુલાઈ 2016

વડાપ્રધાન કાર્યાલયને માહિતી અધિકારના કાયદા (આરટીઆઈ) હેઠળ પૂછવામાં આવ્યુ કે, શું પીએમ નરેન્દ્ર મોદી રાજકારણમાં આવ્યા પહેલા રામલીલામાં કામ કરતા હતા? અને જો હા હોય તો તે કયો રોલ ભજવતા હતા? પીએમઓની પાસેથી છેલ્લા ઘણા દિવસોથી એવા સવાલો પુછવામાં આવે છે કે તેનો જવાબ પીએમઓ જાતે પણ નથી આપી શક્તા.

માંગ્યો મોદીનો પર્સનલ મોબાઈલ નંબર
સૂત્રો અનુસાર, લોકો પીએમઓ પાસેથી પીએમ મોદીનો પર્સનલ નંબર માંગી રહ્યા છે. આ ઉપરાંત ઘણા લોકોએ તો વડાપ્રધાનની રસોઈ માટે ઉપયોગમાં લેવાતા ગેસના બાટલાની સંખ્યા પણ પૂછી હતી. આરટીઆઈ માં માત્ર ગેસના બાટલાની સંખ્યાજ નહી તેના બીલ પણ માંગ્યા હતા. આટલુ જ નહી પરંતુ રસોઈમાં થતો ખર્ચનો હિસાબ પણ માંગ્યો હતો.

નૃપેન્દ્ર મિશ્રાના પ્રવાસની જાણકારી માંગી
આરટીઆઈ હેઠળ પીએમઓ પાસેથી માહિતી મેળવનારાઓ માંથી એક વ્યક્તિએ મોદીના મુખ્ય સચિવ નૃપેન્દ્ર મિશ્રાના પ્રવાસ વિશે પણ પૂછ્યુ હતુ. તો બીજી વ્યક્તિએ પૂછ્યુ કે શુ એ વાતનુ દસ્તાવેજીકરણ છે, જેમા પ્રધાનમંત્રી ની જગ્યા પર પ્રધાન સેવક લખ્યુ હોય? જો ના હોય તો પીએમ મોદી વારં-વાર કેમ આ વાત કરે છે.?

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

31 − 27 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud