Get Saurashtra Bhoomi Daily Newspaper on WhatsApp !!!

Breaking News

સિંધુએ અગાઉ કરેલી કેજરીવાલની ટીકા વાઈરલ

By  | 

urlહવે સિંધુ કેજરીવાલના પક્ષ આપમાં જોડાઈ રહ્યા છે

અગાઉ સિંધુએ કેજરીવાલને ડ્રામેબાજ કહ્યા હતા.

નવી દિલ્હી, જુલાઈ 19

કેજરીવાલ અને સિંધુ વચ્ચે અત્યારે તો જુની દોસ્તી હોય એવી સ્થિતિ સર્જાઈ છે. સિંધુ ભાજપ છોડીને આમ આદમી પાર્ટી જોઈન કરવા જઈ રહ્યાં હોવાની અટકળો તેજ થઈ છે. સિંધુના પત્નીએ પણ કહી દીધું છે કે સિંધુ પાસે આપ સિવાય વિકલ્પ નથી.

એ સંજોગોમાં સોશિયલ મિડિયા પર સિંધુએ અગાઉ કરેલી કેજરીવાલની ટીકા ફરી સપાટી પર આવી છે. અગાઉ સિંધુએ કેજરીવાલને ડ્રામેબાજ કહ્યા હતા. સિંધુએ એમ પણ કહ્યું હતુ કે મને ખબર નથી લોકોને કેજરીવાલમાં શું સારું લાગે છે.

સિંધુ આપમાં જોડાશે તો કદાચ આપના પંજાબના મુખ્યંત્રી પદના ઉમેદવાર જાહેર થશે એવી અટકળો છે. એ વચ્ચે લોકોએ સોશિયલ મિડિયા પર સવાલો કર્યા છે કે સિંંધુને અગાઉ કેજરીવાલ પસંદ ન હતા તો હવે કેમ તેમની સાથે કામ કરી શકશે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

+ 1 = 2

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud