CMને જોઈ દલિત પરિવાર રડી પડ્યો, કહ્યું – અમને સહાય નહીં, ન્યાય જોઈએ છે

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.
cm_1468994855જૂનાગઢ/અમરેલી: ઉનામાં દલિતો પર અત્યાચારના મામલે CM આનંદબેન પટેલ ઉનાનાં સમઢીયાળા પહોંચ્યા હતા. CM દીવ એરપોર્ટ પરથી સીધા સમઢીયાળા દલિતોના પરિવારને મળ્યા હતા. દલિતોએ મુખ્યમંત્રીને જણાવ્યું હતું કે, ‘અમારે સહાય નથી જોઈતી, અમારી પર અત્યાચાર કરનારને સજા આપો.’ આગામી દિવસોમાં રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ ઉનામાં દલિત પરિવારને મળવાની જાહેરાતને ધ્યાને લઈને આનંદીબેને ઉના તરફ દોટ લગાવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
દલિત પરિવારની કથની સાંભળી CM રડી પડ્યા
દલિત પરિવારના ઘરે પહોંચેલા મુખ્યમંત્રી તેમની આખી વાત જાણી રડી પડ્યા હતા તેમની આંખમાથી આંસુઓ સરી પડ્યા હતા. તેમણે વચન આપ્યું હતું કે આરોપીઓને કડકમાં કડક સજા મળશે અને પીડિત પરિવારને વહેલામાં વહેલી સહાય આપવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે તમે તમારા બાળકોને ભણાવો, એક મહિના પછી હું ફરી એક વખત અહીં આવીશ અને જો તમારા બાળકો નહીં ભણતા હોય તો હું તેમને સાથે લઈને ભણાવીશ’
40થી 50 લોકો ઉપવાસ પર ઉતર્યા, ઉના સમઢીયાળા પોલીસ છાવણીમાં ફેરવાયું
ઉના ઘટનાને પગલે 40થી 50 લોકો ઉપવાસ પર ઉતર્યા છે. દલિતોની એવી માંગ છે કે મુખ્યમંત્રી ઉપવાસ છાવણીની પણ મુલાકાત લે અને ઉપવાસ પર બેઠેલા લોકોની માંગ સાંભળે. સમગ્ર ઉના અને સમઢીયાળા પંથક પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ગુજરાત બંધનું એલાન
ગુજરાત બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ઉનાનું સમઢીયાળા સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું. જ્યારે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર સહિત બીજા જિલ્લાઓ પણ બંધમાં જોડાયા હતા. જૂનાગઢની ખાનગી તેમજ સરકારી શાળા કોલેજો બંધ રાખવામાં આવી હતી. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ ખડેપગે દેખરેખ રાખી રહી છે.
ઉનાની ઘટનાના દિલ્હીમાં પડઘા 
દલિતો પર અત્યાચારનાં મામલે સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, ‘દેશમાં દલિતો પર અત્યાચાર વધી રહ્યા છે. અમે સંસદમાં આ મુદ્દો ઉઠાવીશું અને દલિતોને ન્યાય મળે તે માટે સરકાર સાથે મંત્રણા કરીશું. પંજાબની સંગરૂર બેઠક પરથી આમ આદમી પાર્ટીના સાંસદ ભગવંત માને બુધવારે ઉનામાં દલિતો પર અત્યાચારના મુદ્દે ગૃહ મોકૂફીનો પ્રસ્તાવ આપ્યો છે. અગાઉ બસપા સુપ્રીમો માયાવતીએ રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. જેના કારણે સોમવારે ગૃહની કાર્યવાહી બે વખત મોકૂફ રાખવાની ફરજ પડી હતી.
હું દલિતોના સમર્થનમાં છું: હાર્દિક
ગુજરાતમાં દલિત અત્યાચાર મામલે પાટીદાર નેતા હાર્દિક પટેલે ઉદયપુરમાં મંગળવારે જણાવ્યું કે, ” હું દલિતોના સમર્થનમાં છું, તેમના પર અત્યાચાર થયો છે અને તેમની જે માગો છે તે વ્યાજબી છે.”
ગઈકાલે 14 યુવાનોએ ઝેર પીધું, એક પોલીસકર્મીનું પણ મોત
ઉનાના સમઢીયાળામાં દલિત યુવાનો ઉપર અત્યાચારના વિરોધમાં ગઈકાલે રાજ્યમાં દલિતો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવાયો હતો. મંગળવારે પણ 14 દલિત યુવાનોએ અલગ-અલગ જગ્યાએ ઝેરી દવા અને એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અમરેલીમાં પથ્થરમારામાં ઘવાયેલા એક કોન્સ્ટેબલ પંકજભાઈ અમરેલીયાનું મોત થયું હતું. જ્યારે ભારતીય દલિત પૈન્થર સમાજ દ્વારા આજે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા, પીઆઈ સહિત પાંચ પોલીસ કર્મી ઘાયલ થયા હતા. અમરેલી હિંસક બંધ રહ્યું હતું. સામઢીયાળાની ઘટનામાં પોલીસે આજે વધુ 7 આરોપીઓની ધરપકડ કરી હતી.
Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

7 + 1 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud