હિંમતનગરના ડૉક્ટર અને મહિલા દલાલ જાતિ પરીક્ષણના સ્ટિંગમાં ઝડપાયા

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.
9-1_1468956880હિંમતનગર: રાજસ્થાનના ખેરવાડાની મહિલા દલાલ મારફતે આવેલી સગર્ભાનું લિંગ પરિક્ષણ કરતાં હિંમતનગરના તબીબ ર્ડાકટર જીતેનદ્ર વાસુદેવ શુકલ આબાદ ઝડપાઇ ગયા છે. રાજસ્થાનના પીસી એન્ડ પીએનડીટી બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સેલ દ્વારા થયેલા આ સ્ટિંગ ઓપરેશન બાદ તબીબેન ઉદયપુર લઇ જઇને એક દિવસના રિમાન્ડ પર લેવાયા હતાં. જ્યારે મહિલા દલાલને જેલમાં ધકેલી દેવાઇ હતી. દેવપૂજન હોસ્પિટલના તબીબ જીતેન્દ્ર શુકલ રાજસ્થાનની ગર્ભવતી મહિલાઓના ગર્ભ-જાતિ પરિક્ષણ કર્યા બાદ મહિલા દલાલને એવું કહેતા હતા કે ઘરે જઇને મીઠાઇ વહેચાવજો. જેનો મતલબ દીકરો છે તેમ થાય છે.
ઉદેપુરની ગર્ભવતી મહિલાએ ગર્ભ પરિક્ષણ કરાવા નિર્મલાબેનનો સંપર્ક કર્યો
રાજસ્થાનના ઉદેપુરમાં રહેતી એક ગર્ભવતી મહિલાએ ગર્ભ પરિક્ષણ કરાવવા માટે ખેરવાડામાં રહેતા નિર્મલાબેન કાલુરામ રાઠોડનો સંપર્ક કર્યો હતો. બીજી તરફ આ અંગે રાજસ્થાન પીસી એન્ડ પીએનડીટી બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન સેલના અધિકારી નાયબ પોલીસવડા રઘુવીરસિંહ, પ્રભારી અધિકારી રસલાલ, ક્રાઇમ બ્રાન્ચના વિક્રમ સેવાવત, આરોગ્યના જેસીપી આર.એન.ભૈરવા અને પૂજાકુમારીને ખબર પડતા નિર્મલાબેન પાસેથી તમામ વિગતો એકઠી કરી લેવામાં આવી હતી. ત્યારબાદ આ ગર્ભવતી મહિલાને મહિલા દલાલ નિર્મલા રાઠોડ સોમવારે સાંજે દેવપૂજન હોસ્પિટલના તબીબ જીતેન્દ્ર શુકલ સાથે કોડવર્ડમાં વાત થયા મુજબ લાવી હતી.
રાજસ્થાનના બ્યુરોના અધિકારીઓ ટીમનું સ્ટિંગ ઓપરેશન
બીજી તરફ રાજસ્થાનના પીસી એન્ડ પીએનડીટી બ્યુરોના અધિકારીઓએ વોચ ગોઠવીને સ્ટિંગ ઓપરેશન દરમિયાન ડૉ.જીતેન્દ્ર શુકલને ગર્ભ-જાતિ પરિક્ષણ કરતા રંગેહાથ ઝડપી લીધા હતા. જેના કારણે હિંમતનગરના ગાયનેક તબીબોમાં ખળભળાટ મચી ગયો હતો. સ્ટિંગ ઓપરેશન દરમિયાન રાજસ્થાન રાજય આરોગ્ય વિભાગ દ્વારા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ હિંમતનગર, રાજય આરોગ્ય વિભાગના મદદનીશ નિયામક ડૉ.રાકેશ વૈધ અને સ્ટેટ પીસી એન્ડ પીએનડીટીના સિનીયર મેડીકલ ઓફીસર ડૉ.પી.એલ.દવે, તાલુકા હેલ્થ ઓફીસર ડૉ.જયેશ પરમાર, એલસીબી અને એસઓજીની ટીમ પણ હાજર રહી હતી.
Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 2 = 6

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud