ગૂગલે બીજીવાર કરી ભૂલ: મોદીને ફરી ટોપ-10 ક્રિમિનલ્સમાં બતાવ્યા

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.
1_1468991586અલ્હાબાદ : ગૂગલ સર્ચ એન્જિનમાં ટોપ-10 ક્રિમિનલ્સની લિસ્ટમાં ફરીવાર નરેન્દ્ર મોદીની તસવીર જોવા મળી છે. આ મામલો હવે કોર્ટ સુધી પહોંચી ગયો છે. અલ્હાબાદની એક કોર્ટે ગૂગલના સીઈઓ અને ઈન્ડિયા હેડને આ વિશે નોટિસ પણ ફટકારી છે. ગૂગલ અને તેમના ઓફિસરો સામે ક્રિમિનલ્સ ફરિયાદ દાખલ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. આ કેસની આગામી સુનાવણી 31 ઓગસ્ટે થશે. ગૂગલે આ પહેલાં જૂન 2014માં પણ આ ભૂલ કરી હતી. તે સમયે પણ ગૂગલે માફી માગી હતી પરંતુ તે સમયે તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.
કોણે કોર્ટમાં કરી અરજી?
– અલ્હાબાદની લોકલ કોર્ટમાં એડવોકેટ સુશીલ કુમાર મિશ્રાએ આ અરજી દાખલ કરી છે.
– મિશ્રાએ તેમની અરજીમાં લખ્યું છે કે, જ્યારે મે ગૂગલ સર્ચમાં ટોપ-10 ક્રિમિનલ્સની લિસ્ટમાંથી પીએમનું નામ કાઢવાની અરજી કરી તો કંપની તરફથી કોઈ જવાબ આવ્યો નહોતો.
– ત્યારપછી મે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સામે આ અરજી દાખલ કરી હતી.
– આ મામલે એક અરજી 3 નવેમ્બર 2015માં દાખલ કરી હતી. પરંતુ ત્યારે અરજી નકારી કાઢવામાં આવી હતી. ત્યારપછી હવે રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવી છે.
ગયા વર્ષે કંપનીએ માગી હતી માફી
– ગયા વર્ષે જૂન મહિનામાં આ મામલો પ્રથમ વખત સામે આવ્યો હતો.
– ગૂગલમાં ટોપ-10 ક્રિમિનલ્સ ઓફ ઈન્ડિયા (ભારતના 10 સૌથી મોટા આરોપી) સર્ચ કરવાથી મોદીની તસવીર આવી હતી.
– તે સમયે કંપનીએ તેમની આ ભૂલ માટે માફી પણ માગી હતી.
– ત્યારપછી ઘણાં દિવસો સુધી ટ્વિટર પર #TopLeaderNamo ટોપ ટ્રેન્ડ કરતા હતાં.
– આ હેશટેગ થકી મોદી સમર્થકો પાસે ગૂગલે મોદીની માફી માગી હોવાની વાત અને મોદી દ્વારા કરવામાં આવેલા સારા કામની પોસ્ટ શેર કરી હતી.
તે સમયે શુ કહ્યું હતું ગૂગલે?
– ગૂગલે કહ્યું હતું કે, અમુક વખતે કઈંક ખાસ સર્ચ કરતી વખતે ઈન્ટરનેટ પર આશ્ચર્યજનક તસવીરો સામે આવતી હોય છે.
– અમે આ કારણથી થયેલી કોઈ પણ ભૂલ માટે માફી માગીએ છીએ.
– અમે અમારા અલ્ગોરિધમને વધારે સારું કરવાનો પ્રયત્ન કરીશું.
– આ પ્રમાણેના રિઝલ્ટને રોકવા માટેનો અમે સતત પ્રયત્ન કરીએ છીએ.
Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

85 + = 87

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud