Get Saurashtra Bhoomi Daily Newspaper on WhatsApp !!!

Breaking News

કાલે દલિતોના આંસુ લૂછવા રાહુલ ગાંધી ઉના-રાજકોટમાં

By  | 

Kolkata: Congress vice president Rahul Gandhi during his visit to under construction flyover which collapsed recently at Vivekananda Road, in Kolkata on Saturday. PTI Photo by Ashok Bhaumik(PTI4_2_2016_000042B)

દીવ થઈને ઉના પહોંચશેઃ બપોરે ૨.૧૫ વાગ્યે રાજકોટ સિવીલ હોસ્પિટલમાં મુલાકાતઃ ભારે રાજકીય ગરમાવો

રાજકોટ, તા. ર૦ : કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધી આવતીકાલે અત્યાચારથી અસરગ્રસ્ત દલિત પરિવારોના આંસુ લૂછવા ઉના અને રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. તેમના કાર્યક્રમથી ભારે રાજકીય ગરમાવો આવી ગયો છે.

   કોંગ્રેસના વર્તુળોમાં જણાવ્યા મુજબ શ્રી રાહુલગાંધી દિલ્હીથી હવાઇ માર્ર્ગે આવતીકાલે સવારે ૧૧.૩૦ વાગ્યે ઉના પહોંચી ત્યાંથી મોટર માર્ગે ઉના પહોંચશે. ઉનામાં અત્યાચારનો ભોગ બનેલા યુવાનોના ખબર પૂછશે અને તેના સ્વજનોને મળશે ત્યાંથી ૧ર-૩૦ વાગ્યા આસપાસ ઉનાથી હવાઇ માર્ગે રાજકોટ આવશે. ર.૧પ વાગ્યે રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચી ઝેર પી આપઘાતનો પ્રયાસ કરનારા દલિત યુવાનોના ખબર પૂછશે. તેઓ તેમની સૌરાષ્ટ્રની મુલાકાત વેાળએ દલિત અત્યાચાર મુદ્દે સરકાર સામે આક્રોશ ઠાલવે તેવા એંધાણ છે.

   રાહુલ ગાંધીની મુલાકાત વખતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને શંકરસિંહ વાઘેલા સાથે રહેશે સલામતી સહિતની બાબતો ધ્યાને લઇને વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દોડતું થઇ ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

91 − 81 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud