Get Saurashtra Bhoomi Daily Newspaper on WhatsApp !!!

Breaking News

પંજાબમાંથી સિધ્ધુને કોંગ્રેસનુ આમંત્રણ

By  | 

imgres– પાર્ટીમાં જોડાય તો ફાયદો : અમરિંદર

નવી દિલ્હી, તા. 21 જુલાઈ 2016

પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટ્રેટર નવજોત સિંહ સિધ્ધુના બીજેપીને છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાવાની અટકળો વચ્ચે પંજાબમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અમરિંદર સિંહએ તેમને કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થવા માટેની ઓફર કરી છે. તેમણે કહ્યુ કે, જો સિધ્ધુ કોંગ્રેસમાં જોડાય તો ફાયદો છે.

અમરિંદર સિંહે જણાવ્યુ કે, ‘સિધ્ધુના પરિવારના લોકો પહેલાથી કોંગ્રેસી છે. કોંગ્રેસ એ મોટી પાર્ટી છે, તેમા જે ને જોડાવુ હોય તો જોડાઈ શકે છે, પરંતુ પાર્ટીમાં જોડાવુ કે નહી તે સિધ્ધુના હાથમાં છે.’

પાર્ટીમાં જોડાવાથી સિધ્ધુને ડેપ્યૂટી સીએમ બનાવા કે નહી આ માટે તેમણે જણાવ્યુ કે, હાલ તો સિધ્ધુની સાથે તે વિષય પર વાત કે મુલાકાત થઈ નથી, તેથી આ સવાલ જ ઉભો નથી થતો. તેમણે કહ્યુ, ‘આમ આદમી પાર્ટી બને તો બે વર્ષ જ થયા છે, પરંતુ કોંગ્રેસ તો 130 વર્ષ જુની પાર્ટી છે. જો કે આવી વસ્તુઓથી અમારી ઉરપ કોઈ ફરક પડતો નથી પણ કોંગ્રેસમાં જેટલા પણ લોકો આવશે તો તેમના જોડાવાથી ફાયદો જ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

− 1 = 5

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud