તુર્કીમાં શૈક્ષણિક સંકટ, 21 હજાર શિક્ષકો અને 1500 ડીન સસ્પેન્ડ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

300x250-Turkey-revolt-21000-teacher– તુર્કી સરકારે વિદ્રોહ નાબૂદ કરવા માટે શિક્ષણ સંસ્થાઓને પોતાના નિશાન બનાવ્યા

ઇસ્તાંબુલ, તા. 21 જુલાઇ 2016

કલ્પના કરો કે કોઇ દેશની તમામ યુનિવર્સિટીના ડીનને એક સાથે સસ્પેન્ડે કરી દેવામાં આવે, સમગ્ર દેશના 21 હજાર શિક્ષકોના લાયસન્સ રદ કરી દેવામાં આવે અને શિક્ષણ વિભાગના 15 હજાર કરતા વધારે કર્મચારીઓની સેવાઓ બંધ કરી દેવામાં આવે તો.

યુદ્ધકાળ સિવાય ક્યારેય આ પ્રકારના કોઇ મોટા શૈક્ષણિક ફેરફાર કરવામાં આવ્યા નથી, પરંતુ તુર્કીમાં આ ફેરફાર કરવામાં આવ્યા છે. વિદ્રોહ અને સત્તાના ફેરફારોના પ્રયાસો બાદ વિક્ષેપ સામે લડી રહેલા યુરો-એશિયાઇ સંસ્કૃતિના અજોડ સંગમવાળા આ દેશમાં શિક્ષણ વ્યવસ્થા સૌથી જટિલ સમસ્યા સામે લડી રહી છે. આ પરિસ્થિતિમાં ઓટોમન સામ્રાજ્યના વારસાને સાચવનારા દેશના 4 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં છે.

શૈક્ષણિક સંસ્થાઓ દેશના યુવાનોને શિક્ષિત કરવા માટે કામ કરે છે. વિદ્રોહ અને સત્તાપલટના પ્રયાસ બાદ તુર્કી સરકારે વિદ્રોહીઓને નાબૂદ કરવા માટે સૌથી પહેલા દેશની શિક્ષણ સંસ્થાઓને પોતાના નિશાન બનાવ્યા છે. આ પ્રયાસમાં સરકારે તુર્કીની તમામ યુનિવર્સિટીના ડીનને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ખાનગી શાળામાં ભણાવતા 21,000 શિક્ષકોના લાયસન્સ રદ કરી દેવામાં આવ્યા છે. સાથે જ સરકારે શિક્ષા મંત્રાલયમાં કામ કરતા 15,000 કર્મચારિયોને પણ કાઢી મૂક્યા છે.

તુર્કીની સરકારી રિપોર્ટ અનુસાર, ઉચ્ચ શિક્ષણ વિભાગે 1,577 યુનિવર્સિટી ડીનના રાજીનામાને આદેશ આપી દીધા છે. રાષ્ટ્રપતિ રેચપ તૈયપ એર્દોગનએ વિદ્રોહીઓને સરકારી એકમોમાંથી હાંકી કાઢવાનો નિર્ણય કર્યો છે.

સસ્પેન્ડ કરવાની અસર
તાજેતરમાં તુર્કીથી યુરોપના અલગ-અલગ દેશોમાં અભ્યાસ કરવા માટે જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘણો વધારો થયો છે. રસપ્રદ વાત એ પણ છે કે આ વિદ્યાર્થીઓ સમાજશાસ્ત્ર, ઇતિહાસ, ભૂગોળ, સાહિત્ય વગેરેના અભ્યાસ માટે યુરોપ જઇ રહ્યા છે. જ્યારે સાયન્સના અભ્યાસ માટે તેમની પસંદગી અમેરિકા અને તુર્કી જ રહી છે. સાયન્સ ઍન્ડ ટેક્નોલોજી રિસર્ચ કાઉન્સિલ ઑફ તુર્કી અને તુર્કી એકેડમી ઑફ સાયન્સને દુનિયાભરના વૈજ્ઞાનિકો સમ્માન આપે છે.

વડાપ્રધાન છે વિદ્યાર્થીઓ વિરુદ્ધ
તુર્કીમાં લગભગ 4 લાખ વિદ્યાર્થીઓ દર વર્ષે ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરીને દેશ અને દુનિયાના વિકાસમાં પોતાનું યોગદાન આપે છે. તુર્કી વડાપ્રધાન બિનાલી યિલ્દિરિમે આ વિદ્યાર્થીઓને ગુલેન સમર્થક માને છે અને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની વાત કરી હતી. યિલ્દિરિમે કહ્યુ કે, મને માફ કરો, પરંતુ આતંકવાદી સંગઠન કોઇ પણ દેશમાં હવે અસરકારક મોહરાં રાખશે નહીં.

કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
તુર્કી સરકાર અને શિક્ષણ વિભાગે શૈક્ષણિક સંસ્થાઓ પર ફતહુલ્લા ગુલેન સાથે સંકળાયેલા હોવાનો આરોપ લગાયો છે. અમેરિકામાં રહેતા મૌલવી ફતહુલ્લા ગુલેનને તુર્કીએ વિદ્રોહના પિતા કહેવામાં આવે છે. આ કારણથી સરકારે સૌથી પહેલા દેશની યુનિવર્સિટી અને કૉલેજને નિશાનો બનાવ્યો છે. જો કે ફતહુલ્લાએ વિદ્રોહમાં પોતાની કોઇ પણ પ્રકારની ભૂમિકાથી ઇનકાર કર્યો છે.

સમગ્ર સંસ્થાઓ પર છે સંકટ
તુર્કીની રાજનૈતિક ફેરફારની અસર માત્ર શૈક્ષણિક સંસ્થાઓ પર જ નથી પડ્યો, પરંતુ વિદ્રોહીઓના નિષ્ફળ પ્રયાસ બાદ હજારો સિપાહીઓ, પોલીસો, જજ અને અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
હાલ તુર્કીની યુનિવર્સિટીમાં 75 હજાર કર્મચારીઓ છે

ઉચ્ચ શિક્ષણ માટે સરકારી યુનિવર્સિટીની 70 ટકા ભાગીદારી છે

20 ટકા યુનિવર્સિટી અલગ-અલગ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત છે

દર વર્ષે 4 લાખ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે છે

ખાનગી યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓ પાસેથી પ્રતિ વર્ષ ફી પેટે 30 હજાર ડૉલર વસૂલે છે

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

51 − = 44

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud