કાળિયાર કેસમાં સલમાન ખાન 18 વર્ષ બાદ નિર્દોષ સાબિત

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1469428164_Salman Khan acquitted in blackbuck– સલમાને શિકાર નથી કર્યો તો કાળિયારને માર્યો કોને?: વકીલ

– સલમાનને નિર્દોષ છોડી મુકતા સોશિયલ મીડિયા પર ન્યાયતંત્ર પર ફિરકી લેવાનું શરૂ

જયપુર, તા. 25 જુલાઈ 2016

બોલીવુડ અભિનેતા સલમાન ખાનને સોમવારે હાઇકોર્ટે નિર્દોષ છોડી મુક્યો છે. સેશન કોર્ટે સલમાનને 5 વર્ષની જેલની સજા આપી હતી. ચુકાદા સમયે સલમાનની બહેન અલવીરા કોર્ટમાં પહોંચી.

દરમિયાન કોર્ટે સલમાન ખાનને નિર્દોષ છોડી મુકવા પર વકીલે સવાલ કર્યો કે સલમાને જો કાળિયારનો શિકાર નથી કર્યો તો કોનો કર્યો છે?

જાણો પુરી ઘટના તથા અત્યાર સુધીની થયેલી કાર્યવાહીઓ
1) બે કાળિયારના શિકાર કરવાની બાબતમાં 17 ફેબ્રુઆરી 2006એ જોધપુરની નીચલી કોર્ટે એક વર્ષની સજા આપી હતી. જોધપુરની નજીક આવેલા ભવાદ ગામમાં 26-27 ડિસેમ્બરની રાતે  1998માં કર્યો હતો.

2) સલમાનને કાળિયારના શિકાર પર 10 એપ્રિલ 206માં પાંચ વર્ષની સજા આપી. આ ઘટના જોધપુરના મથાનિયા નજીક ઘોડા ફાર્મમાં 28-29 ડિસેમ્બર 1998ની રાતની હતી. પરંતુ જોધપુરની હાઈકોર્ટમાંથી તેમને જામીન મળી ગઈ હતી. ઘોડા ફાર્મ હાઉસના શિકાર પર સલમાનને 10 થી 15 એપ્રિલ 2006 છ દિવસ માટે જેલમાં રહેવુ પડ્યુ હતુ. સેશન કોર્ટની આ સજાની ખાતરી કરવા માટે 26 થી 31 ઓગષ્ટ 2007 સુધી જેલમાં રહેવુ પડ્યુ હતુ. આ ઘટના બાદ સલમાન જામીન પર છે, અને તેના પર ચુકાદો 25 જુલાઈએ આવશે.

3) જોધપુર હાઈકોર્ટે આ બંન્ને ઘટનામાં પર મે માં ચુકાદો આપી દીધો હતો, જે નિર્ણય સુરક્ષીત હતો.

4) ત્રીજો કેસ કંકાણી ગામમાં 1-2 ઓક્ટોમ્બર 1998ની રાતે બે કાળિયારના શિકારનો છે. આ કેસમાં બાકીના કેસની સરખામણીમાં એડીશનલ ચાર્જ ફ્રેમ હોવાને કારણે જુલાઈ 2012 સુધી પેન્ડીંગ રહ્યો અને હવે સેશન કોર્ટમાં ચાલી રહ્યો છે.

5) સલમાન પર શિકારની ઘટનાના કુલ ચાર કેસ નોંધાયા છે. મથીનિયા અને ભવાદમાં બે કાળિયારના શિકારના બે અલગ-અલગ કેસ, કાંકાણીમાં હરણના શિકારનો કેસ અને લાઈસન્સની તારીખ પુરી થઈ ગયા બાદ પણ રાયફલ રાખવાનો (આર્મ્સ એક્ટ) પણ આરોપ છે. આ ઘટના પર સોમવારે ચુકાદો છે.

6) ફિલ્મ ‘મહ સાથ સાથ હૈ’ ના શુટીંગ દરમિયાન ડિસેમ્બર અને ઓક્ટોમ્બર 1998માં સલમાન સહિત બીજા અભિનેતાઓ પર પણ આરોપ છે. તેની સાથે સૈફ અલી ખાન, તબ્બૂ, સોનાલી બેન્દ્રે, તથા નીલમ પર પણ શિકાર માટે સલમાનને ઉશ્કેરવાનો આરોપ છે.

7) સલમાનના કાળિયારના શિકાર અને ઘોડા ફાર્મ હાઉસમાં શિકારની ઘટનામાં 12 ઓક્ટોમ્બર 1998 થી 17 ઓક્ટોમ્બર સુધી પોલીસ સ્ટેશન તથા જેલમાં રહ્યા હતા. તેને 10 થી 15 એપ્રિલ 2006ના છ દિવસ પણ જેલમાં રહેવુ પડ્યુ હતુ.

8) આ ઘટનામાં સૌથી મહત્વના સાક્ષી તરીકે હરિશ દુલાની છે, જે શિકાર દરમિયાન જીપ્સી ચલાવી રહ્યા હતા. જો કે, એ અત્યાર સુધી ગાયબ છે. ઘણા લોકોનુ કહેવુ છે કે, તે મુંબઈમાં છે. જ્યારે ઘણા લોકો તે વિદેશ છે તેવુ કહે છે.

9) હરિશના ઘરના લોકોએ પણ ક્યારેય નથી જણાવ્યુ કે તે ક્યા છે. જણાવી દઈએ કે, હરિશે આ પહેલા સલમાનની વિરુધ્ધમાં નિવેદન આપ્યુ હતુ. જે પછી તેઓ ફરી ગયા અને સલમાનના પક્ષમાં આવી ગયા હતા. તેઓ 17 વર્ષ થી ગુમ છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

1 + 9 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud