ટ્રમ્પ માટે અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી રહ્યા છે પુતિન: બરાક ઓબા

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

imgresશું અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રૂસી પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન ડૉનલ્ડ ટ્રમ્પના પક્ષમાં હસ્તક્ષેપ કરી રહ્યાં છે? કહેવાય છે કે ડીએનસી ઇમેલ્સ લીક થયા બાદ તેના મજબૂત સંકેત મળ્યા છે. આ આરોપોને હિલેરી ક્લિન્ટન અને પુતિનના કડવાશભર્યા ભૂતકાળના સંદર્ભમાં પણ જોઇ રહ્યાં છે. બીજીબાજુ ટ્રમ્પ અને પુતિન ફરી એકવખત એકબીજાના વખાણ કરી ચૂકયા છે.

ડેમોક્રેટિક નેશનલ કમિટીના ઇમેલ લીક થવા માટે નિષ્ણાતો દ્વારા રૂસી હૈકરોને જવાબદાર ગણાવવા પર અમેરિકન રાષ્ટ્રપતિ ઓબામાએ કહ્યું છે કે રૂસ અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાની કોશિષ કરી રહ્યાં છે તેવી શકયતા છે. ઓબામાએ એનબીસી ન્યુઝને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું, ‘અમે જાણીએ છીએ કે રૂસી લોકો અમારા તંત્રોને હૈક કરે છે. માત્ર સરકારી તંત્રો જ નહીં, પરંતુ ખાનગી તંત્રોને પણ. પરંતુ શું તમે જાણો છો કે લીક વગેરેની પાછળનો ઉદ્દેશય શું છે – હું સીધી રીતે કહી શકું તેમ નથી.’

તેમણે કહ્યું, ‘હું જાણું છું કે ડૉનલ્ડ ટ્રમ્પે વારંવાર વ્લાદિમીર પુતીનના વખાણ કર્યા છે.’ ઇન્ટરવ્યૂમાં તેમને પૂછવામાં આવ્યું કે શું તમે એમ કહી રહ્યા છો કે પુતિન ટ્રમ્પને વ્હાઇટ હાઉસ સુધી પહોંચાડવા માટે પ્રેરિત કરી શકે છે. પ્રશ્નના જવાબમાં ઓબામાએ કહ્યું, ‘હું એ વાતોના આધાર પર કહી રહ્યો છું, જે શ્રીમાન ટ્રમ્પે ખુદ કહી છે. મને લાગે છે કે ટ્રમ્પને રૂસમાં ઘણું સારું કવરેજ મળ્યું છે.’

ઓબામાએ આ ટિપ્પણીઓ વિકીલીક્સ દ્વારા ઇમેલ રજૂ કરવામં આવ્યા તેના સંદર્ભમાં કરી. આ ઇમેલ ડેમોક્રેટિક નેશનલ કમિટીના સર્વરમાંથી ગેરકાયદેસર રીતે હૈક કરાયા હતા. આ ઇમેલ્સ પરથી એ સંકેત મળે છે કે પાર્ટીના નેતૃત્વે પ્રાઈમરી ચૂંટણી દરમ્યાન હિલેરી ક્લિંટનને વર્મોંટના સેનેટર બર્ની સેન્ડર્સની વિરૂદ્ધ પોતાનું સમર્થન આપ્યું. દરમ્યાન ડેમોક્રેટિક પાર્ટી અને હિલેરીના પ્રચાર અભિયાનમાં જાણવા મળ્યું કે આગામી સપ્તાહમાં વધુ ઇમેલ જાહેર થઇ શકે છે અને તેનો સમય એવો રખાશે કે જેથી કરીને ડેમોક્રેટિક ઉમેદવારને વધુમાં વધુ નુકસાન  પહોંચે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

62 + = 72

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud