પરમાણુ બોંબ કોઈ રમકડુ નથી કે ગમે ત્યાં ફોડાય- ઝરદારી

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

300x250-Zardari-says-Nuclear-weaponઇસ્લામાબાદ, તા. 27 જુલાઇ 2016

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના કો-ચેરપર્સન આસિફ અલી ઝરદારીએ કહ્યુ કે પરમાણુ હથિયારોને વિકસિત કરી શકાય છે, તમે તેની તસવીરો પ્રદર્શિત કરી શકો છો, પરંતુ પરમાણુ હથિયાર કોઇ મજાક નથી. તમે તેનો ઉપયોગ કરી શકો નહીં. એક ઇન્ટરવ્યૂમાં જરદારીએ કહ્યુ કે હું નથી વિચારતો કે કાશ્મીર મુદ્દામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધની કોઇ આશંકા છે. તાજેતરના દિવસોમાં કાશ્મીરના કારણે બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોમાં પડેલી તિરાડ પર ઝરદારીએ કહ્યુ કે બધુ ઠીક થઇ જશે.

એકબીજા પર આરોપ લગાવવાનું બંધ કરો
ઝરદારીએ કહ્યુ કે દુનિયા હવે એકબીજા પર આરોપો લગાવવાનું બંધ કરે. હવે આપણે બેસીને કાશ્મીર સંકટથી છુટકારો મેળવવા વિશે વિચાર કરવો જોઇએ. પનામા પેપર્સમાં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ અને તેમના પરિવારનું નામ સામે આવ્યા બાદ ઝરદારીએ કહ્યુ કે તેમની પાર્ટીની આ મુદ્દે ટીકા થઇ રહી છે.

ઇમરાન પર ઉઠાવ્યા સવાલ
પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના ચીફ ઇમરાન ખાન દ્વારા લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપો પર ઝરદારીએ કહ્યુ કે ખૈબર પખ્તુનવામાં ઇમરાનની સરકારે તાલિબાન સાથે સંકળાયેલી એક ઈન્સ્ટિટ્યુશનને 30 મિલિયનની રકમ આપી છે. ઝરદારીએ પાકિસ્તાનમાં થયેલા ડ્રોન હુમલા વિશે કહ્યુ કે તેમણે પોતાના કાર્યકાળમાં સતત કહ્યુ હતુ કે ડ્રોન ટેક્નોલોજી પાકિસ્તાનને સોંપી દેવી જોઇએ કારણ કે તેનાથી પરિણામ વધારે સારુ આવતુ.

મતભેદો સાથે આગળ વધી શકાય નહીં
ઝરદારીએ કહ્યુ કે જો ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ પાકિસ્તાન કરતુ તો પરિણામ કંઇક અલગ હોતુ. પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યુ, અમે લોકો આતંકવાદીઓના અડ્ડા પર બૉમ્બ વરસાવી રહ્યા છીયે પરંતુ અમારી પાસે જેટ્સની અછત છે. અમેરિકા અથવા કોઇ બીજા દેશની સાથે આપણે વધારે મતભેદ સાથે આગળ વધી શકીશું નહીં. અમને વધારે જેટ્સની જરૂર છે.

દરેક ઘરની તપાસ કરી શકાય નહીં
ઝરદારીએ પાકિસ્તાન મિલેટરી એકેડમીની પાસે ઓસામા બિન લાદેનની હાજરી હોવા વિશે કહ્યુ કે, ઓસામા એકેડમી પાસે નહતો. તે એબટાબાદ સિટીમાં રહેતો હતો. જે કોઇ પણ શહેરમાં રહેવા બરાબર છે કારણ કે તમે દરેક ઘરની તપાસ કરી શકતા નથી. અમારી પાસે અમેરિકાની જેમ વધારે ઇન્ટેલિજન્સ રિસોર્સ નહતા. જ્યાં અમેરિકાએ સૌથી મોટુ ઑપરેશન ચલાવ્યુ ત્યારે અફઘાનિસ્તાન દ્વારા તેને પકડી શકાયો નહીં તો એવામાં તમે અમારી પાસે કેવી રીતે આશા રાખી શકો કે અમે તેને પકડી શકીયે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 5 = 3

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud