ઉનાના ચારેય દલિત પીડિતોની તબિયત ફરી લથડી, અમદાવાદ ખસેડાયા

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.
dalit_1469607385ઉના: ઉનાનાં મોટા સમઢિયાળાના પીડિત દલિત યુવકોને ગઈકાલે (મંગળવારે)રાજકોટ હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ આજે ફરીથી તેમની તબિયત બગડી હતી. તેમને ઉનાથી સારવાર માટે અમદાવાદ લઇ આવવામાં આવશે. હાલમાં તેમને અમદાવાદ લાવવાની તૈયારી થઈ રહી છે. ચારેય યુવકો સાંજે 8 વાગ્યે અમદાવાદ પહોંચી જશે તેવી વિગતો પ્રાપ્ત થઇ રહી છે.
હજુ ગઈકાલે રાજકોટ સિવિલમાંથી અપાઈ હતી રજા 
ઉલ્લેખનીય છે કે હજુ ગઈકાલે જ ચારેય યુવાનોને રાજકોટની સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. મંગળવારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પીડિતોએ માંગ કરી હતી કે અમે પોલીસ પ્રોટેક્શન સાથે ઉના જવા માટે તૈયારી છીએ.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચારેય પીડિતોને 11 દિવસ સારવાર અપાઇ

સમઢિયાળા ચારેય દલિત પીડિતો રમેશ સરવૈયા, અશોક સરવૈયા, વશરામ સરવૈયા અને બેચર સરવૈયાને 16 જુલાઇના રોજ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. 26 જુલાઇના રોજ તેઓને હોસ્પિટલ દ્વારા સત્તાવાર રીતે રજા આપવામાં આવી. પરંતુ પીડિતોએ પોલીસ પ્રોટેક્શનની માંગ કરી હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા ચારેય પીડિતોને 11 દિવસ સુધી સારવાર આપવામાં આવી હતી. ગઈકાલે સાંજે પીડિતો રાજકોટથી પોતાના ગામ સમઢિયાળા ગયા હતા.

ઉનાના દર્દીઓને રજા આપવામાં આવી છે: સિવિલના સુપ્રિટેન્ડેન્ટ

રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડી.જે. વછરાજે ગઈકાલે જણાવ્યું હતું કે, ઉના અત્યાચારમાં ભોગ બનેલા ચાર દર્દીઓ 16 જુલાઇએ દાખલ થયા હતા. તેઓને રજા આપવામાં આવી છે. ઘટનાને લઇ આપઘાતનો પ્રયાસ કરનારા બે દર્દીઓ સારવાર હેઠળ છે. ઉનાના ચારેય દર્દીઓએ અમને જાણ કરી હતી કે અમે સાંજે જઇ રહ્યા છીએ.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

91 − 85 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud