રેલવેને વીજળી પૂરી પાડવા ગુજરાતની ઓફર, પ્રભુ સમક્ષ સૌરભ પટેલની દરખાસ્ત

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.
c9o0divr_1469559891ગાંધીનગર : વીજ ઉત્પાદન ક્ષેત્રે સરપ્લસ સ્ટેટ હોવાથી ગુજરાતે રેલવેને જરૂરી વીજળીનો પુરવઠો પૂરો પાડવાની ઓફર કરી છે. રેલવે પ્રધાન તરફથી આ દરખાસ્તને પ્રોત્સાહક પ્રતિભાવ મળ્યો છે. ટૂંક સમયમાં જ રેલવે અને ગુજરાતના ઊર્જા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સ્તરની એક બેઠક યોજાશે જેમાં આ મુદ્દે વિચાર વિમર્શ કરી ભલામણ તૈયાર કરવામાં આવશે. રાજ્યના ઊર્જા મંત્રી  સૌરભ પટેલ મંગળવારે નવી દિલ્હી ગયા હતા. જ્યાં તેમણે ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) માટેની એમ્પાવર્ડ કમિટિની બેઠકમાં હાજરી આપી હતી. આ ઉપરાંત, તેઓ રેલવે પ્રધાન સુરેશ પ્રભુને પણ ખાસ મળવા ગયા હતા.
આ મુલાકાત સંદર્ભમાં વાતચીત કરતાં સૌરભ પટેલે જણાવ્યું હતું કે, રેલવે પ્રધાન સાથે અડધો કલાક જેટલી બેઠક ચાલી હતી. જેમાં ગુજરાત તરફથી રેલવેને વીજ પુરવઠો પૂરો પાડવાની ઑફર કરવામાં આવી હતી. ગુજરાત પાસે સરપ્લસ વીજપુરવઠો રહે છે અને કેટલાક કોલસા આધારિત પાવર પ્લાન્ટ સપ્લાય અને ઊંચી પડતરના કારણે બંધ રાખવા પડે છે. જો રેલવેને વીજ પુરવઠો પૂરો પાડવાનું ગોઠવાય તો રાજ્ય તેની ઉત્પાદન ક્ષમતાને અનુરૂપ વીજ સપ્લાય કરી શકે અને નાણાંકીય લાભ મેળવી શકે.
સામે રેલવેને પણ વેસ્ટર્ન-નોર્ધન ઝોનમાં સાનુકૂળ ભાવે વીજળી મળી શકે. ‘આમાં ગુજરાત અને રેલવે બંનેને લાભ છે,’ તેમ સૌરભ પટેલે કહ્યું હતું. તેમની દરખાસ્તનો સુરેશ પ્રભુ તરફથી પ્રોત્સાહક પ્રતિભાવ મળ્યો હતો અને તેમણે તત્કાળ રેલવેના ઉચ્ચ અધિકારીઓને ગુજરાતના ઊર્જા વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજવાની અને આગળનું આયોજન કરવા જણાવ્યું હતું.
સંસદના આ સત્રમાં GST બિલ પસાર થશે :  સૌરભ પટેલ
જીએસટીના મુદ્દે યોજાયેલી બેઠકના સંદર્ભમાં સૌરભ પટેલે કહ્યું કે, જીએસટીના ફાઈનલ ડ્રાફ્ટને મહદ્ અંશે તમામ રાજ્યોની મંજૂરી મળી હતી. જીએસટીનો વિરોધ કરનાર તામિલનાડુએ પણ વિરોધ કર્યો નથી. કોંગ્રેસ સાથે પણ મસલતો ચાલી રહી છે. આ જોતાં સંસદના આ સત્રમાં જીએસટી પસાર થાય તેવી શક્યતા હોવાનું કહ્યું હતું
Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 1 = 1

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud