ધારીના MLA અને પાટીદાર નેતા નલીન કોટડિયા સામે બિલ્ડર પાસેથી બે કરોડની ખંડણી માંગ્યાની ફરિયાદ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.
અમદાવાદ: પાટીદાર નેતા અને ધારીના ધારાસભ્ય નલીન કોટડિયા સામે અમદાવાદના એક બિલ્ડરે બે કરોડની ખંડણીની માંગણી કર્યાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને નોંધાવી છે. દસક્રોઇની જમીન મામલે કોટડિયા ગઇકાલે સાંજે બિલ્ડર મધુભાઇ વસાણીની ઓફિસે ગયા હતા. ત્યાં ખંડણીની માગણી કરવામાં આવી હતી.
કોટડિયા અને બિલ્ડર વચ્ચે આ મામલે રકઝક પણ થઇ હતી, જેમાં બિલ્ડરની ચેન અને બ્રેસલેટ પણ તૂટી ગયા હોવાની ફરિયાદ કરાઇ છે. રૂપિયા ન આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો ઉલ્લેખ છે
નલીન કોટડિયાએ ફરિયાદ મામલે જણાવ્યું હતું કે, મેં કોઇ પાસે ખંડણીના માગણી કરી નથી. મને કેશુભાઇ પટેલે રવજીભાઇને મળવા જવાનું કહ્યું હતું. હું તેમની ઓફિસે ગયો ત્યારે તેમના નાના ભાઇ મધુભાઇ ઓફિસમાં હાજર હતાં. તેમણે મને પાટીદાર આંદોલનમાંથી હું અને પાસ ખસી જાય તે માટે 20 કરોડ રૂપિયાની ઓફર કરી હતી. સાથે જ તેમણે પાટીદાર સમાજ વિશે ઘણી ઉશ્કેરણીજનક ટિપ્પણીઓ કરી હતી. હું તેમની ઓફિસમાં બે કલાક બેઠો હતો. તમે તેમની ઓફિસના CCTV ફૂટેજ ચેક કરી શકો છે. મેં તેમની સાથે મારામારી કરી નથી અને ખંડણી પણ માંગી નથી. આ બધુ રાજકીય ષડયંત્ર છે.
2000 કરોડના કૌભાંડ મામલે રાજકીય ષડયંત્ર
નલીન કોટડિયાએ આ સમગ્ર મામલો રાજકીય હોવાનું જણાવતાં કહ્યું હતું કે, હું દસ્ક્રોઇ પાસે આવેલી જમીનના 2000 કરોડના કૌભાંડનો પર્દાફાશ કરવાનો હતો. જેમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સંડોવાયેલા છે. આ મામલો જાહેરમાં ન આવે તે માટે આવું ષડયંત્ર ઘડવામાં આવ્યું છે. અગાઉ પણ અખબારમાં દસ્ક્રોઇની જમીન મામલે મારી પર આક્ષેપો થઇ ચૂક્યાં છે, પણ મામલે CM પોતે સંડોવાયે છે. તેમણે જ આ જમીન ક્લિયર કરાવી છે અને આ 2000 કરોડનું કૌભાંડ છે. હું બધા પૂરવા એકઠા કરી રહ્યો છે અને ટૂંક સમયમાં જ પત્રકાર પરિષદ યોજીશ.
નલીન કોટડિયા અને તેમના સાથીએ બિલ્ડરને ફટકાર્યા
મધુભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઇકાલે મંગળવારના રોજ સાંજે આઠ વાગ્યે નલીનભાઇ તેમના માણસો સાથે મારી ઓફિસ પર આવ્યા હતા અને પૈસાની માંગણી કરી હતી. નલીનભાઇએ ખુલાસો કર્યો હતો કે તેઓ આ પૈસા ખંડણી પેઠે માગી રહ્યાં છે. મધુભાઇએ પૈસા આપવાની ના પાડતાં નલીનભાઇએ ગાળો ભાંડી હતી અને ફોન કરી તેમની સાથે આવેલા અન્ય એક શખ્સને ઓફિસમાં બોલાવ્યો હતો. આ બન્નેએ તેમને માર માર્યો હતો. આટલું જ નહીં, તેમણે મધુભાઇને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં બે લાખ રૂપિયાની ખંડણી મોકલી આપવા જણાવ્યું હતું.
દોઢ વર્ષ પહેલાં નલીન કોટડિયાના સંપર્કમાં આવ્યા હતા
મધુભાઇએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે, તેમના એક મિત્રએ દોઢ વર્ષ પહેલાં નલિનભાઇ સાથે તેમની ઓળખ કરાવી હતી. જે બાદ મધુભાઇની દસક્રોઇ ખાતે આવેલી જમીન પર બાંધકામની ભલામણ નલીનભાઇએ તેમના લેટર પેડ કરી હતી. 60_1469616131
Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 2 = 2

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud