મધ્ય પ્રદેશમાં ગૌમાંસ લઇ જતી 2 મહિલાઓ સાથે મારપીટ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

300x250-Hindu-Dal-activists-thrash-

– પોલીસે મહિલાઓની ધરપકડ કરી પરંતુ મારપીટ કરનારાઓ સામે કોઇ કાર્યવાહી કરી નહીં

– બીફ મુદ્દે રાજ્યસભામાં પણ થયો હંગામો

ભોપાલ, તા. 27 જુલાઇ 2016

મધ્યપ્રદેશના મંદસૌરમાં ગૌમાંસ લઇ જવાના આરોપમાં એક સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા બે મહિલાઓ સાથે મારપીટ કરવાનો મુદ્દો સામે આવ્યો છે. રેલ્વે સ્ટેશન પર મહિલાઓ સાથે મારપીટ કરવામાં આવી છે. સંગઠને મહિલાઓ પર આરોપ લગાવ્યો છે કે તે મહિલાઓ ગૌમાંસ લઇ જઇ રહી હતી.

જણાવી દઇએ કે પોલીસ ગૌમાંસ રાખવાની શંકા પર તેઓની ધરપકડ કરી ચૂકી હતી અને આ દરમિયાન તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી. મહિલાઓ પાસેથી લગભગ 30 કિલોગ્રામ જેટલુ માંસ જપ્ત કરવામાં આવ્યુ છે. જણાવવામાં આવી રહ્યુ છે કે બંને મહિલાઓ જાવરાથી મંદસૌર ગૌમાંસ વેચવા માટે જઇ રહી હતી. જાણકારી અનુસાર પોલીસે બંને મહિલાઓની ધરપકડ કરીને તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાંથી બંનેને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યુ  કે ખાનપુરા નિવાસી સલમા મેવાતી અને શમીમ બંને એક બેગમાં બીફ લઇને જઇ રહી હતી.

ઘટના સ્થળ પર પહોંચીને કાર્યકર્તાઓએ મારપીટ કરી
જાણકારી અનુસાર એક સંગઠનના કાર્યકર્તાઓને જ્યારે આ વાતની જાણ થઇ ત્યારે તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા અને આરોપી મહિલાને ખેંચીને લાફા માર્યા. જો કે, પોલીસકર્મીઓએ ભીડમાંથી આરોપીઓને બચાવીને કોર્ટ લઇ જવામાં આવ્યા હતા. જે લોકોએ મહિલાઓને મારી તેમની પર હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

રાજ્યસભામાં પણ ઉછાળ્યો મુદ્દો
મંદસૌરમાં બે મુસ્લિમ મહિલાઓ પાસે બીફ હોવાની શંકામાં મારપીટ કરવાના મુદ્દામાં આજે રાજ્યસભામાં પણ હંગામો થયો હતો. રાજ્યસભામાં માયાવતીએ સરકાર પર હુમલો કરતા કહ્યુ કે બીફના નામ પર દલિતો અને મુસ્લિમોને હેરાન કરવાનું કામ મોદી સરકાર કરી રહી છે.

માયાવતીએ ભાજપ પર કટાક્ષ કરતા કહ્યુ કે એક તરફ ભાજપ ‘મહિલાઓના સન્માનમાં, બીજેપી મેદાનમાં’ના નારા લગાવવામાં આવે છે, ત્યારે ભાજપ શાસિત રાજ્ય મધ્યપ્રદેશમાં બીફની શંકામાં મહિલાઓ સાથે મારપીટ કરવામાં આવે છે. આ મુદ્દા પર સરકારે જવાબ આપવો પડશે.’

કૉંગ્રેસે પણ નિશાન સાધ્યું
માયાવતીની સાથે જ કૉંગ્રેસ નેતા ગુલાબ નબી આઝાદે કહ્યુ, ‘ગૌરક્ષા થવી જોઇએ, પરંતુ તેના નામ પર દલિતો અને મુસલમાનોને ટાર્ગેટ બનાવીને અપમાનિત કરવા જોઇએ નહીં.’ રાજ્યસભામાં હંગામો વધવા પર લઘુમતિ મુદ્દાઓ અને સંસદીય કાર્યના રાજ્યમંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યુ કે સરકાર હિંસાની હંમેશા નિંદા કરે છે. મધ્યપ્રદેશ સરકાર આ મુદ્દા પર કાર્યવાહી કરશે અને ન્યાયા થશે. જણાવી દઇએ કે મંદસૌર મુદ્દા પર કેન્દ્ર સરકાર મધ્યપ્રદેશ સરકાર પાસે રિપોર્ટ માંગી શકે છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

6 + 4 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud