ભાજપમાં રમણ સિંહે તોડ્યો પીએમ મોદીનો રેકોર્ડ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

received-december-caption-provided-chhattisgarh-singh-kaiser_ef6a0bca-527c-11e6-958f-3cee4b8c353b– મુખ્યમંત્રી તરીકે 12 વર્ષ 230 દિવસ પૂરા કરીને બન્યા સૌથી વધુ સમય માટેના CM

નવી દિલ્હી, તા. 27 જુલાઇ 2016

મુખ્યમંત્રી તરીકે પીએમ નરેન્દ્ર મોદીનો રેકોર્ડ તોડીને છત્તીસગઢના મુખ્યમંત્રી રમણ સિંહ ભાજપના સૌથી વધારે દિવસ માટેના સીએમ બની ગયા છે.

સોમવારે મુખ્યમંત્રીના રૂપમાં રમણ સિંહે 12 વર્ષ 230 દિવસ પૂરા કરી લીધા છે. આમ આ પ્રકારે તેમણે પાર્ટીમાં નરેન્દ્ર મોદીનો રેકોર્ડ તોડી દીધો છે, જે વડાપ્રધાન મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી બનીને બનાવ્યો હતો. જો કે, આશ્ચર્યની વાત તો એ છે કે પક્ષ રમણ સિંહની આ સિદ્ધિ બદલ હરફ શુદ્ધા ઉચાર્યો નથી.

રમણ સિંહે 7 ડિસેમ્બર, 2003એ છત્તીસગઢના મુખ્યમંત્રી પદની સ્પથ લીધી હતી. ત્યારબાદ 2008 અને 2013ની વિધાનસભા ચુંટણીમાં પાર્ટીએ તેમના નેતૃત્વમાં જીત હાંસલ કરી હતી અને તેમને મુખ્યમંત્રી સ્થાને જાળવી રાખ્યા હતા. સોમવારે રમણ સિંહે મુખ્યમંત્રી તરીકે 12 વર્ષ 230 દિવસ પૂરા કરી લીધા છે. આ પહેલા ભાજપના કોઇ પણ મુખ્યમંત્રી આટલા સમય માટે મુખ્યમંત્રી રહ્યા નથી.

પહેલા નરેન્દ્ર મોદીના નામે હતો આ રેકોર્ડ
આ પહેલા આ રેકોર્ડ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીનું નામ હતુ. તેમણે 7 ઑક્ટોબર, 2001એ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. 19 મે 2014એ વડાપ્રધાનની શપથ લેતા પહેલા નરેન્દ્ર મોદી 12 વર્ષ 229 દિવસ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા.

બીજા નંબરે છે MPના મુખ્યમંત્રી શિવરાજ
ભાજપના વર્તમાન મુખ્યમંત્રીઓમાં હવે જ્યેષ્ઠતાના હિસાબે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ રમણ સિંહ પછી આવે છે. ચૌહાણે 29 નવેમ્બર 2005એ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. પાર્ટી તેમના નેતૃત્વમાં બે ચુંટણીઓ જીતી ચૂકી છે. ત્યારબાદ રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે, જે 2003થી 2008 સુધી પાંચ વર્ષ મુખ્યમંત્રી રહી હતી, બીજીવાર 2013થી અત્યાર સુધી મુખ્યમંત્રી તરીકે પોતાનું નેતૃત્વ સંભાળી રહ્યા છે

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

+ 64 = 68

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud