બિલ ક્લિન્ટને કહ્યુ, ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

300x250-57983865c3618810768b4605– બિલ ક્લિન્ટને જણાવી પોતાની લવ સ્ટોરી તેમજ જીવન ગાથા

– હિલેરીને ડેમોક્રેટિક નેતા બનવા સિવિલ રાઈટ્સ આંદોલને કરી પ્રેરિત

ફિલાડેલ્ફિયા, તા. 28 જુલાઈ 2016

ઈ.સ. 1971માં હું એક છોકરીને મળ્યો. તે મારા ક્લાસમાં જ ભણતી હતી. તેણે મને કહ્યુ કે જો તમે મને આ રીતે એકીટસે જોયા કરવાના હોય તો, આપણે બંનને એકબીજાના વિશે જાણી લઈએ તો વધુ સારુ રહેશે. મારું નામ હિલેરી રૅાડહૈમ છે. તમે કોણ છો? હું તેનાથી ખૂબજ પ્રભાવિત થયો.

મેં થોડો સમય પગપાળા ચાલવા વિનંતી કરી અને ત્યારથી અમે બે સાથે જ ચાલીએ છે, અને હસીએ છે. આ વાત અમેરિકાના રાષ્ટ્રપતિ અને આ આગામી પ્રમુખપદની ચૂંટણી માટેના ડેમોક્રેટિક ઉમેદવાર હિલેરી ક્લિન્ટનના પતિએ જણાવી. હિલેરી ક્લિન્ટન જ્યારે બુધવારે ડેમોક્રેટિક પાર્ટીના પક્ષથી સત્તાવાર ઉમેદ્દવાર જાહેર થઈ ગયા ત્યાર બાદ બિલ ક્લિન્ટને હિલેરીના ઘણા રહસ્યો ખોલ્યાં.

બિલે જણાવ્યુ કે, હિલેરી બદલાવ લાવવામાં સક્ષમ અને યોગ્ય વ્યક્તિ છે, જેના કારણે હું મળ્યો છુ. જો તે જીતી જાય તો, તે અમેરિકાને એક નવા ભવિષ્ય તરફ લઈ જશે. આ પ્રસંગ દરમિયાન બિલે તે પણ જણાવ્યુ કે, હિલેરી ડેમોક્રેટિક નેતા જ કેમ બની. તેમણે કહ્યુ, સિવિલ રાઈટ્સ આંદોલને હિલેરીને ડેમોક્રેટિક બનવા માટે પ્રેરિત કરી છે.

પ્રપોઝ કર્યો ત્યારે કહ્યુ હતુ, સમય નથી
બિલ ક્લિન્ટને હિલેરીની આગળ જ્યારે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે પહેલી વારમાં તો ચોખ્ખી ના પાડી દીધી હતી. તેમણે કહ્યુ કે, હું તેમને લગ્ન કરવા માટે મનાવવાની કોશિશ કરતો હતો. મે તેમને ગ્રેટ બ્રિટનની મુસાફરી દરમિયાન પ્રપોઝ કર્યો હતો.

સૌથી નાની ઉંમરની ગવર્નર બની
વર્ષ 1979માં દેશના ઈતિહાસમાં હિલેરી સૌથી નાની ઉંમરની ગવર્નર બની હતી. બિલે કહ્યુ કે, તે વર્ષે અમારી માટે માત્ર આ એક જ મોટી ખુશખબરી ન હતી, કારણ કે, તે વર્ષે જ અમને ખબર પડી હતી કે અમે માતા-પિતા બનવાના છે. 1980મા અમારી દીકરીનો જનન્મ થયો. મારી માટે તે એક ચમત્કાર જ હતો અને અદભૂત ક્ષણ હતી.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

+ 43 = 46

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud