તામિલનાડુ: મંદિરમાં પ્રવેશ ન મળતા દલિતો રોષે ભરાયા

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1469688296_8d6d239fd9d849528def559527b– 250 દલિત પરિવારો ધર્મ પરિવર્તન કરી મુસ્લીમ બની જવાની ચિમકી ઉચારી

-મુસ્લિમ સંગઠને ગામમાં કુરાનની નકલો વહેંચી, ખ્રિસ્તી મિશનરી પણ દલિતોના સંપર્કમાં

ચેન્નઈ, તા. 28 જુલાઈ 2016

તમિલનાડુના એક મંદિરમાં પ્રવેશ ન મળતા ક્રોધે ભરાયેલા 250 દલિત પરિવારોએ કહ્યુ અમે ધર્મ પરિવર્તન કરીને ઈસ્લામ ધર્મ અપનાવવાનુ નક્કી કર્યુ છે. આ ગામના થોડાક દલિત પરિવારો પહેલા પણ ધર્મ પરિવર્તન કરી ચૂક્યા છે.

સૂત્રો અનુસાર, રાજ્યના પઝંગકલ્લીમેડુ અને નાગાપલ્લી ગામના દલિત પરિવારોએ ખુલ્લેઆમ ચેતવણી આપી છે. પઝંગકલ્લીમેડુ ગામના લગભગ 180 પરિવાર દર વર્ષે મંદિરમાં થતા પાંચ દિવસીય પૂજાના સમારંભમાં એક દિવસ પૂજા કરવા ઈચ્છતા હતા, પરંતુ કથિત રીતે હિન્દુ પરિવારોએ તેમને આમ કરવા પર રોક્યા હતા.

મુસ્લીમ તથા ખ્રિસ્તી સંગઠનોએ સાધ્યો સંપર્ક
સ્થાનિક લોકોએ જણાવ્યુ કે, તમિલનાડુ તૌહીદ જમાત (TNTJ) એ ગામમાં કુરાનની નકલો વહેંચી હતી, જ્યારે ખ્રિસ્તી મિશનરીએ પણ તે લોકોનો સંપર્ક સાધ્યો હતો. જો કો તેવુ પણ સાંભળવા મળ્યુ છે કે, હિન્દુ સંગઠને પણ દલિત પરિવારે ધર્મ પરિવર્તન ના કરવાની અપીલ કરે છે.

અન્ય એક ગામમાં પણ આવી જ ઘટના
જણાવી દઈએ કે, પઝંગકલ્લીમેડુ તટીય વિસ્તારમાં આવેલુ છે. અહીંયા લગભગ 400 પરિવાર રહે છે, જેમાંથી 180 દલિત છે. આ ગામથી 240 કિલોમીટર દૂર નાગપલ્લી ગામમાં પણ લોકોએ ભેદભાવની ફરિયાદ કરી છે. ગામના 70 દલિત પરિવારોએ પણ મંદિરમાં પ્રવેશ ન મળવા પર ક્રોધે ભરાઈને ધર્મ પરિવર્તનને છેલ્લો રસ્તો બતાવ્યો છે.

બંન્ને ગામવાસીઓનુ કહેવુ છે કે, સરકાર અને વહીવટ બંન્નેથી તેમને કોઈપણ મદદ મળતી નથી. એક સ્થનિક નાગરિકે જણાવ્યુ કે, ‘લાંબા સમયથી અમે દરખાસ્ત કરી રહ્યા છે, પરંતુ વહીવટીતંત્ર અમને અધિકાર અપાવી શક્તુ નથી.’

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

44 − 36 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud