Saurashtra Bhoomi News

ઈન્ડિગોની ફ્લાઈટમાં લાગ્યા ISના નારા, મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ

Want create site? Find Free WordPress Themes and plugins.
મુંબઈ : મુંબઈથી કોચ્ચી જતી ઈન્ડિગો એરવેઝની ફ્લાઈટનું બુધવારે મુંબઈ એરપોર્ટ પર તાકિદનું ઉતરાણ કરાવવું પડ્યું હતું. ફ્લાઈટમાં એક મુસાફરે આતંકવાદી સંગઠન ISના નારા લગાવતાં સહયાત્રીઓ અને ક્રૂ મેમ્બર્સમાં ફફડાટ ફેલાયો હતો. પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે અને ફ્લાઈટને કોચ્ચી રવાના કરી દેવામાં આવી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ફ્લાઈટ દુબઈથી કોચ્ચી જઈ રહી હતી ત્યારે બે શખ્સો ઊભા થઈ ગયા હતા અને તેમણે આતંકવાદી સંગઠન IS (ઈસ્લામિક સ્ટેટ)ના નારા લગાવ્યા હતા. જેના કારણે સહ-પ્રવાસીઓ અને ક્રૂ મેમ્બર્સમાં ફફડાટ ફેલાયો હતો. આ ઘટના અંગે ક્રૂ મેમ્બર્સે પાઈલોટ્સને જાણ કરી હતી.
પાઈલોટ્સે મુંબઈ એરપોર્ટ પર વિમાનનું તાકિદનું ઉતરાણ કરાવવાનો નિર્ણય લીધો હતો. મળતી માહિતી પ્રમાણે, અહીં એરપોર્ટ પર સીઆઈએસએએફ (સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ, એરપોર્ટ્સની સુરક્ષા માટે જવાબદાર દળ)એ બે શખ્સોની અટકાયત કરી હતી. બાદમાં વિમાનને કોચ્ચી જવાની મંજૂરી મળતા, ફ્લાઈટ ઉપડી હતી.
Did you find apk for android? You can find new Free Android Games and apps.