Saurashtra Bhoomi News

ISIS એ થોડા દિવસ પહેલા ચર્ચમાં કરેલા હુમલાનો વિડિયો શેર કર્યો

Want create site? Find Free WordPress Themes and plugins.

દુબઈ, તા. 29 જુલાઈ 2016

કુખ્યાત આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (આઈએસ) ના સમાચાર એજન્સી અમાકે ફ્રાન્સના ચર્ચ પર હુમલો કરીને પાદરીની હત્યા કરનાર હુમલાખોરોએ વિડિયો જાહેર કર્યો છે. ચર્ચ પર હુમલો કરનાર બે હુમલાખોરો માંથી એક એ ગળુ કાપીને હત્યા કરી હતી.

2.30 મિનિટના આ વિડિયોમાં અબ્દુલ મોલિક નવીલ પેટિરગનને આઈએસના લોકોની સાથે એ દેશો પર હુમલો કરવાની અપિલ કરતો જોવા મળ્યો, જે ઈસ્લામિક સ્ટેટ પર હુમલો કરતા હોય.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા ઉત્તરીય ફ્રાંસના નોરમેંડીમાં એક ચર્ચમાં આઇએસના બે આતંકીઓએ હુમલો કરી લોકોને બંધક બનાવી લીધા હતા. લોકોને છોડાવવા માટે બાદમાં પોલીસ દ્વારા હાથ ધરાયેલા ઓપરેશનમાં આ બન્ને આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. જોકે આ હુમલાખોરો મર્યા એ પહેલા તેમણે ચર્ચના પાદરીની ગળુ કાપી હત્યા કરી નાખી હતી.
આ હુમલાને આઇએસના જ આતંકીઓએ અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. હુમલામાં અન્ય કોઇની જાનહાની થઇ ન હતી.

Did you find apk for android? You can find new Free Android Games and apps.