માયાવતી ઉપર અભદ્ર ટીપ્પણી કરનારા ભાજપના નેતા દયાશંકરની ધરપકડ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1469786837_dayashankar-singh-1469782666ઉત્તર પ્રદેશના એટીએસના સુરક્ષા અધિકારીઓએ બિહારમાંથી ધરપકડ કરી

ઝારખંડમાં દેવધરમાં દયાશંકર છૂપાયો હોવાના સમાચારો મીડિયાએ આપ્યા હતા

પટના, તા. 29

માયાવતી ઉપર અભદ્ર ટીપ્પણી કરનારા ભાજપના નેતા દયાશંકરને આખરે બિહારમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. થોડા દિવસ પહેલાં દયાશંકર ઝારખંડના દેવધરમાં દેખાયો હોવાના અખબારી અહેવાલ પછી યુપીની એટીએસને સફળતા મળી છે.

બિહારના બક્રસરમાં છૂપાઈને રહેતા દયાશંકરને સ્થાનિક પોલીસે ઓળખી લીધો હતો. એ પછી તેના ઉપર પોલીસે છૂપાવેશે સખત જાપ્ત રાખ્યો હતો. ઉત્તર પ્રદેશની એટીએસને જાણ કરવામાં આવી હતી અને એટીએસના અધિકારીઓએ અંતે આ હાઈડ્રામાનો અંત લઈ આવીને દયાશંકરને ઝડપી લીધો હતો.

ઉલ્લેખનીય છે કે માયાવતી ઉપર અભદ્ર ટીપ્પણી કર્યા પછી દયાશંકરને તાત્કાલિક અસરથી ભાજપમાંથી સસ્પેન્ડ કરાયો હતો. એ પછી માયાવતીએ યુપીના મુખ્યમંત્રી અખિલેશ યાદવને કહ્યું હતું કે દયાશંકરને તાત્કાલિક ધરપકડ કરવાનું પોલીસ ઉપર દબાણ લઈ આવે. માયાવતીએ કહ્યું હતું કે અખિલેશ તેમને ફઈબા કહે છે એટલે તે ચોક્કસ તેમના ઉપર અભદ્ર ટીપ્પણી કરનારને પકડી લેશે.

 

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 8 = 2

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud