માનસિક શાંતિ માટે અરવિંદ કેજરીવાલ 10 દિવસની વિપશ્યના કરવા જશે

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

1469787956_arvind-kejriwal-yoga-split-650_650x400_6142615754310 દિવસ માટે દિલ્હીના મુખ્યમંત્રી તરીકેનો ચાર્જ મનિષ સિસોદિયા સંભાળશે

અગાઉ કેજરીવાલ લાંબી રજાઓ રાખીને ખાંસની સારવાર કરાવવા બેંગ્લુરુ ગયા હતા

નવી દિલ્હી, તા. 29

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ફરીથી દિલ્હીના મુખ્યમંત્રી પદનો કાર્યભાર ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાના શિરે નાખીને 10 દિવસની વિપશ્યના કરવા જઈ રહ્યા છે.

ઓગસ્ટના પહેલા સપ્તાહમાં અરવિંદ કેજરીવાલ નાગપુરના વિપશ્યના સેન્ટરમાં જઈને 10 દિવસની વિપશ્યના શરૃ કરશે. આ અંગે સત્તાવાર રીતે આમ આદમી પાર્ટીના એક નેતાએ કહ્યું હતું કે 10 દિવસ સુધી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અખબારો વાંચી શકશે નહીં. કે ટેલિવિઝન પણ જોઈ શકશે નહીં. માનસિક શાંતિ માટે બધા જ માધ્યમોથી દૂર રહીને માત્ર વિપશ્યા પર ધ્યાન આપશે.

ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલ દર થોડા થોડા સમયે વિપશ્યા કરે છે. અગાઉ 2014માં લોકસભાની ચૂંટણી પછી તેઓ વિપશ્યા શિબિરમાં હતા.

 

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

43 − = 42

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud